સુરત: ટેક્સટાઈલ ઉદ્યોગમાં કારીગરોની અછતના કારણે ગ્રે કાપડનું દૈનિક ઉત્પાદન (Grey Cloth Production In Surat) દોઢ કરોડ મીટર ઘટ્યું છે. આ વખતે આશરે દોઢથી 2 લાખ સુધી કારીગરો (Textile Craftsmen In Surat) વતનથી પરત આવ્યા નથી. દરરોજ જે સાડા 4 કરોડ મીટરના કાપડનું ઉત્પાદન (Textile production In Surat) થતું હોય છે તેની જગ્યાએ હાલમાં માત્ર સાડા 3 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે.
હોળી પહેલાથી વતન જવાનું ચાલુ છે-બીજી બાજુ વિવિંગ ઉદ્યોગ (Weaving industry surat)માં આધુનિક મશીનો આવ્યા પછી કારીગરોની હવે પરંપરાગત લુમ્સ મશીન ઉપર કામ કરવાની રુચિ ઘટી ગઈ છે. વિવિંગ ઉદ્યોગમાં કારીગરોની અછત (Shortage of Textile Craftsmen) સર્જાઈ રહી છે. હોળી પહેલાથી જ કારીગરો પોતાના વતન તરફ જઈ રહ્યા હતા અને હજુ પણ વતન તરફ જવાનું ચાલુ હોવાથી વિવિંગ એકમોમાં એક પાળી ચાલી રહી છે.
પ્રોડક્શનમાં કાપ મૂકવામાં આવ્યો-કારીગરોની અછતના કારણે બજારમાં કામકાજો ખૂબ જ ઘટી ગયા છે. જ્યારે બીજી બાજુ ગ્રેના ભાવમાં કોઈ વધારો થયો નથી. કોરોનાકાળ (Corona In Gujarat) અને કારીગરોની તકલીફને કારણે આખા વર્ષનું ઉત્પાદન ખોરવાયું હોવા છતાં કારખાનેદારોને કોઈ લાભ મળ્યો નથી. સાઉથ ગુજરાત વિવિંગ એસોસિએશન (South Gujarat Weaving Association)ના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે, કારીગરોની અછતના કારણે પ્રોડક્શનમાં કાપ મૂકવામાં આવ્યો છે. જે કારીગરો પોતાના વતન ગયા હતા તે હજી સુધી પરત આવ્યા નથી.