સુરત:ઉત્તરાયણના તહેવારને(Festival of Uttarayan) હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે વેપારીઓ શ્રાવણ માસ બાદથી જ પતંગની સીઝન માટેની પુર્વ તૈયારીઓમાં લાગી જતા હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે વેપારીઓને આશા હતી કે વેપાર સારો રહેશે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, તેને અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા નવી SOP જાહેર કરાતા વેપારીઓમાં ભારે ચિંતા માહોલ(Traders worried because of new guidelines) જોવા મળી રહ્યો છે.
ગાઇડલાઇન આવતા ઓર્ડરો કરાયા કેન્સલ
શહેરનાં ભાગલ વિસ્તારમાં આવેલા ડબગરવાડમાં ઉતરાયણના પર્વ પહેલા માત્ર ગુજરાતના જ નહિ પરંતુ અન્ય રાજ્યો જેવાકે, મહારાષ્ટ્ર, દિલ્હી વગેરેના પતંગ રસીકો પતંગ અને દોરીની ખરીદી કરવા માટે આવતા હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્ર, દિલ્હી અને હવે ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતા બહાર ગ્રાહકો ખરીદી કરવા ન આવતા વેપારીઓમાં ભારે ચિંતા જોવાનો માહોલ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના જે વેપારીઓએ પતંગ માટે પહેલા જે પણ ઓર્ડર આપ્યા હતા, તે કોરોનાના કેસો વધતાવાના કારણે અને સરકારની નવી ગાઇડલાઇનના કારણે તમામ ઓર્ડર કેન્સલ કરાવી રહ્યા છે. શહેરમાં પણ કેસોમાં વધારો થતા ઘરાકીમાં ઘટાડો થયો છે.