ગુજરાત

gujarat

ETV Bharat / city

પાલોડ ગામની સીમમાં બેકાબુ ડમ્પરના લીધે મોતને ભેટેલા મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા આપવામાં આવ્યા સહાય ચેક - Kim news

6 મહિના પહેલા માંગરોળના પાલોડ ગામની સીમમાં ફૂટપાઠ પર સુતેલા શ્રમજીવી પરિવાર પર ટ્રક ચડી જતા 15 જેટલા લોકોના મોત થયા હતા. ત્યારે રાજય સરકાર દ્વારા મોતને ભેટેલા લોકોના પરિવારજનોને સહાય ચેક મંત્રી ગણપત વસાવાના હસ્તે આપવામાં આવ્યા હતા.

SURAT
પાલોડ ગામની સીમમાં બે કાબુ ડમ્પરના લીધે મોત ને ભેટેલા મૃતકોના પરિવારજનો ને સરકાર દ્વારા સહાય

By

Published : Jun 27, 2021, 5:34 PM IST

કિમ ચોકડી નજીક પલોડ ગામની સીમમાં ફૂટપાથ પર સુતેલા શ્રમજીવીઓ પર બેકાબુ ડમ્પર ફરી વળતાં થયા મોત

12 શ્રમજીવીઓના ઘટના સ્થળે જ મોત અને 3ના સારવાર દરમિયાન થયા હતા મોત

મંત્રી ગણપત વસાવાના હસ્તે મૃતકોના પરિવારજનોને કરવામાં આવી સહાય



સુરત: કિમ ચાર રસ્તા નજીક મજૂરી કામ કરતા રાજસ્થાની પરિવારના લોકો પાલોડ ગામની સીમમાં ફુટપાથ પર સુતા હતા, તે દરમિયાન મીઠી નિંદર માણી રહેલા શ્રમજીવી પરિવારો પર બે કાબુ બનેલો ટ્રક ફરી વળ્યો હતો અને સુતેલા લોકોને કચડી નાખ્યા હતા.

બેકાબુ ડમ્પરના લીધે મોતને ભેટેલા મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા આપવામાં આવી સહાય

મૃતદેહો વતન પહોંચતા જ આખું પંથક હિબકે ચડ્યું હતું

આ ઘટનામાં 12લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને 3 લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સર્જાયેલ દ્રશ્યો જોઈ પોલીસ પણ હલી ગઈ હતી. સરકાર દ્વારા બસની વ્યવસ્થા કરી તાત્કાલિક મૂર્તકોના મૂર્તદેહોને રાજસ્થાન મોકલી આપ્યા હતા, ત્યારે મૂર્તદેહો વતન પહોંચતા જ આખું પથક હિબકે ચડ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા તમામ મૃતકોને બે-બે લાખની કરાવવામાં આવી સહાય

ફૂટપાથ પર સુતેલા શ્રમજીવી પરિવાર પર બે કાબુ બનેલો ડમ્પર ચડી જતા સરકાર દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈ મૂર્તકોના પરિવારજનો ને 2-2 લાખની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આજરોજ માંગરોળના પીપોદ્રા ખાતે સરકારના સિનિયર મંત્રી ગણપત વસાવાના હસ્તે મૂર્તકોના પરિવારજનોને બે-બે લાખના સહાય ચેક આપવામા આવ્યા હતા, સરકાર દ્વારા સહાય કરવામાં આવતા પરિવારજનોએ આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details