સુરતઃ જિલ્લાના કતારગામ વિસ્તારમાં આવેલ પંદોલ ખાતે 24 એપ્રિલના અન્ન-બ્રહ્મ યોજના હેઠળ વિના મૂલ્યે રેશનકાર્ડ વિનાના લોકોને અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી અહીં આશરે દોઢથી બે કિલો મીટર સુધી લોકોની લાંબી કતાર જોવા મળી હતી. જે લાંબી કતારો અને લોકોની મોટી ભીડ વચ્ચે સોશ્યિલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો છે. જંયા ભીડમાં કોઈ પોઝિટિવ વ્યક્તિ હાજર હોય તો અન્ય વ્યક્તિને પણ તેનું જોખમ રહે છે.
સુરતમાં સોશ્યિલ ડિસ્ટનસિંગના અભાવ વચ્ચે સરકારી અનાજ વિતરણ
લોકડાઉનમાં રેશનકાર્ડ વિનાના લોકોને 24 એપ્રિલના રાજ્ય સરકાર દ્વારા વિના મૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુરતમાં વહેલી સવારથી અલગ-અલગ સેન્ટરો પર લાંબી કતારો જોવા મળી હતી. જોકે અહીં પણ લોકો બે જવાબદાર તરીકે સોશ્યિલ ડિસ્ટનસિંગ જાળવતા ન હોવાનું સામે આવ્યું છે.
સોશ્યિલ ડિસ્ટનસિંગ
તંત્ર દ્વારા પણ લોકોને અવારનવાર સોશ્યિલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જોકે અહીં જોવા મળેલી મોટી ભીડમાં સોંશ્યિલ ડિસ્ટનસિંગનો અભાવ તો હતો જ સાથે મોટાભાગના લોકો માસ્ક વિના જ અનાજ લેવા માટે આવી પોહચ્યા હતા.જેના વિચલિત કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા.