ગુજરાત

gujarat

ETV Bharat / city

Gopal Italiya Statement : "પોલીસ ગ્રેડ પે મુદ્દે લટકી રહી છે વડની ડાળીઓ પર લટકવાનું કામ વાંદરાઓનું છે..." - આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા

ગોપાલ ઇટાલીયાએ ગૃહપ્રધાન વિશે આકરી ટીપ્પણી કરી (Gopal Italia made harsh remarks about Home Minister Harsh Sanghavi) હતી. સુરતમાં ગૃહપ્રધાને વડની ડાળીઓ પણ લટકવાને લઇને તેમણે (Gopal Italiya Statement) આવી ટીપ્પણી કરી હતી. પોલીસ ગ્રેડ પે (Police Grade Pay) વધુ શું કહ્યું જૂઓ.

Gopal Italiya Statement : "પોલીસ ગ્રેડ પે મુદ્દે લટકી રહી છે વડની ડાળીઓ પર લટકવાનું કામ વાંદરાઓનું છે..."
Gopal Italiya Statement : "પોલીસ ગ્રેડ પે મુદ્દે લટકી રહી છે વડની ડાળીઓ પર લટકવાનું કામ વાંદરાઓનું છે..."

By

Published : Jun 27, 2022, 6:31 PM IST

સુરત : ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી આજે સુરત મુલાકાત દરમ્યાન વોક વેમાં વડની વડવાઈ પર લટકી પોતાના બાળપણની યાદો પણ તાજા કરી હતી. જેને વખોડતાં (Gopal Italia made harsh remarks about Home Minister Harsh Sanghavi) ગોપાલ ઇટાલીયાએ ગૃહપ્રધાન વિશે આકરી ટીપ્પણી કરી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ (Gopal Italiya Statement) વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે એક બાજુ પોલીસ ગ્રેડ પે (Police Grade Pay) મુદ્દે લટકી રહી છે જ્યારે રાજ્યના ગૃહપ્રધાન વડની વડવાઈ પર લટકે છે. વડની ડાળીઓ પર લટકવાનું કામ વાંદરાઓનું છે ગૃહપ્રધાનનું નહીં.

ગોપાલ ઇટાલીયાએ ગૃહપ્રધાન વિશે આકરી ટીપ્પણી કરી હતી

આ પણ વાંચોઃ ગૃહ રાજ્યપ્રધાને કઈ રીતે બાળપણની યાદો કરી તાજા, જૂઓ

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી આજે સુરતની મુલાકાતે હતાં - ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જોગસ પાર્કમાં આવેલા લોકો સાથે વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. લોકો સાથે સંવાદ કરી તેઓની સમસ્યાઓ જાણી હતી. ત્યારબાદ તેઓએ નવા બનેલા વોક વે અને જોગર્સ પાર્કની મુલાકાત (State Home Minister Harsh Sanghavi in Surat) લીધી હતી. જ્યાં તેઓ આગવા અંદાજમાં જોવા મળ્યા હતાં અને ગૃહપ્રધાને બાળપણના સંસ્મરણ તાજા (state home minister remembered childhood memories) કર્યાં હતાં.. વોક વે ની મુલાકાત દરમ્યાન ઝાડ પર લટકીને બાળપણની યાદ તાજી કરી હતી. વડની વડવાઈ પર લટકીને કાર્યકરો સાથે મસ્તી કરી પણ કરી હતી. પરંતુ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ (Gopal Italiya Statement)આ બાબતે વિવાદિત નિવેદન આપતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ Harsh Sanghvi Statement : ગ્રેડ પે મુદ્દે અમુક લોકો રાજનીતિ કરે છે, સરકાર સારો નિર્ણય કરશે

પોલીસ પોતાના ગ્રેડ પે માટે લટકી રહી છે -આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું (Gopal Italiya Statement) હતું કે, એમના માટે એટલું જ કહેવું છે કે પોલીસ ગ્રેડ પે (Police Grade Pay)માટે લટકી રહી છે ગળા ફાંસા ખાવાની તૈયારીમાં છે. કેટલા પોલીસ જવાને આત્મહત્યા કરી છે માનસિક તણાવમાં આવીને, બદલીના ટેન્શનમાં આવીને, સસ્પેન્શનના ટેન્શનમાં, પગારના ટેન્શનમાં રહે છે. પોલીસ ગળા ફાંસે લટકી રહી છે અને ગૃહપ્રધાન વડની વડવાઈ પર (Gopal Italia made harsh remarks about Home Minister Harsh Sanghavi) લટકે છે. આ ગુજરાતનું દુર્ભાગ્ય છે જ્યાં લટકવાનું છે ત્યાં લટકો જ્યાં અટકવાનું છે ત્યાં અટકો. ગુજરાતનું ભલું થાય. વડની ડાળીઓ પર લટકવાનું કામ વાંદરાઓનું છે ગૃહપ્રધાનનું નહીં.

ABOUT THE AUTHOR

...view details