સુરત :સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ત્રણ (Rain in Surat) દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે શુક્રવારે બપોર પછી સુરત જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર (Gujarat Rain Update) વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા ચારેય બાજુ પાણી પાણી થઇ ગયું હતું અને નદી નાળા છલકાઈ ગયા હતા. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા (Moonsoon Gujarat 2022) હતાં અને ખેતીના પાકમાં જોતરાઈ ગયા હતા.
સુરતમાં ધોધમાર વરસાદને લઈને નદીઓ બની ગાંડીતુર આ પણ વાંચો :વરસાદના કારણે શાળાનો જર્જરીત ભાગ ધરાશાયી, વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા
વરસાદે તંત્રની પોલ ખોલી નાખી -ભારે વરસાદ વરસતા પ્રિ મોન્સુન કામગીરીની વાત કરતા તંત્રની પોલ ખુલી ગઈ હતી. યોગ્ય વરસાદી પાણીના નિકાલના અભાવે નીચાણવાળા વિસ્તારોમાં તેમજ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેને લઇને વાહન ચાલકો અને રહીશો હેરાન પરેશાન થઈ ગયા હતા. તેમજ ધોધમાર વરસાદને પગલે નદીઓ ગાંડીતુર થઈ બે કાંઠે વહેવા લાગી હતી. ઘણી નદી પર બાંધવામાં આવેલ લો લેવલના બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટી ગયો હતો. જોકે નદી, નાળા ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો સારું વર્ષ જશે તેવી આશા બંધાઈ હતી.
આ પણ વાંચો :Monsoon Gujarat 2022: ધોધમાર વરસાદથી બારડોલીના રસ્તાઓ પાણી પાણી, વાહન ચાલકોને ભારે હાલાકી
શુક્રવારના રોજ સુરતમાં 31.64 ઇંચ વરસાદ -સુરત જિલ્લાની (Gujarat Weather Prediction) વિગતવાર વાત કરીએે તો ઉમરપાડા 5 ઇંચ, ઓલપાડ 14 mm, કામરેજ 1.2 ઇંચ, ચોર્યાસી 1 ઇંચ, પલસાણા 3.8 ઇંચ, બારડોલી 4.32 ઇંચ, મહુવા 6.52 ઇંચ, માંગરોળ 1.1 ઇંચ, માંડવી 4.12 ઇંચ અને સુરત સીટી 4.8 ઇંચ વરસાદ વરસ્યો છે.