ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યના બોલરો આનંદો, વિરાટ કોહલી શોધી રહ્યો છે ગુજરાતી ધૂરંધર બોલર - ગુજરાત બોલર

ગુજરાતના લાખો ક્રિકેટર્સ ક્રિકેટર વિરાટ કોહલી સાથે રમવાના સપના જોઈ રહ્યા છે. તેમનું આ સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. કારણ કે, ભારતીય ક્રિકેટ ટીમ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના કેપ્ટન વિરાટ કોહલી અત્યારે ધારદાર ગુજરાતી બોલરની શોધમાં છે. આ ટીમમાં સામેલ થવા 300થી વધારે બોલરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કારણ કે એક પણ બોલર વિરાટ કોહલી સાથે રમવાનો મોકો છોડવા નથી માગતો. એટલે આજે યુવા બોલરો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ભેગા થયા હતા અને પ્રેક્ટિસ કરી હતી.

ગુજરાતના બોલરો આનંદો, વિરાટ કોહલી શોધી રહ્યો છે ગુજરાતી ધૂરંધર બોલર
ગુજરાતના બોલરો આનંદો, વિરાટ કોહલી શોધી રહ્યો છે ગુજરાતી ધૂરંધર બોલર

By

Published : Jan 5, 2021, 3:48 PM IST

  • ગુજરાતના બોલરોને કેપ્ટન વિરાટ કોહલી સાથે રમવાની તક
  • આઈપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર નવા બોલરની શોધમાં
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને જોઈએ છે ગુજરાતી ધારદાર બોલર
  • વિરાટ કોહલી સાથે રમવા ઈચ્છુક 300 ગુજરાતી બોલરે કરાવ્યું રજિસ્ટ્રેશન
  • લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં તમામ બોલરે પોતાની કળા પ્રદર્શિત કરી

સુરતઃ ગુજરાતના ક્રિકેટર્સ અને ખાસ કરીને બોલરો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. આઈપીએલમાં આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં હવે એક ગુજરાતી બોલરને સ્થાન મળવા જઈ રહ્યું છે. આ માટે ટીમન કેપ્ટન વિરાટ કોહલીએ ગુજરાતમાંથી સારા બોલર શોધવાનું શરૂ કર્યું છે. આ ટીમમાં સામેલ થવા માટે પહેલાથી જ 300થી વધુ ગુજરાતના યુવા બોલરો ભેગા થયા હતા. આજે તેમણે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ પણ કરી હતી.

યુવાઓ વિરાટ કોહલી સાથે રમવાની તક છોડવા નથી માગતા

ગુજરાતના 300થી વધુ યુવા બોલરે રજિસ્ટ્રેશન કરાવ્યું

આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ માટે યુવા બોલરની શોધ ગુજરાતમાં ચાલી રહી છે. એક અથવા બે બોલરનું સિલેક્શન ટીમ દ્વારા કરવામાં આવશે. આના માટે 300થી વધારે યુવા બોલરોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. આજે આ તમામ બોલર સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ભેગા થયા હતા. અહીં તમામ બોલરને એક ઓવર આપવામાં આવી હતી, જેમાં બાઉન્સર, ગુગલી, યોર્કર્સ અને ફૂલટોસ બોલ નાખવામાં આવ્યા હતા.

યુવા બોલર આ તક ગુમાવવા માગતા નથી

સીધા આઈપીએલની ટીમમાં સામેલ થવાની તક અને તે પણ કપ્તાન વિરાટ કોહલીની ટીમમાં જવાની સોનેરી તક ગુજરાતના યુવા બોલેરો ને મળતા યુવાઓમાં અતિ ઉત્સાહ જોવા મળી રહ્યા હતા. ગુજરાત રાજ્યના યુવા બોલર આ તક ગુમાવવા માગતા નથી આજ કારણ છે કે તેઓ આ સિલેક્શનમાં સામેલ થવા માટે પૂરજોશ મહેનતમાં લાગ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details