- નોનવેજ અને ઈંડાની લારીઓની જગ્યાએ ટ્રાફિક અને દબાણ ઉત્પન્ન કરનાર લારીઓ હટાવવાની ઝુંબેશ
- અન્ય મહાનગરપાલિકાઓ દ્વારા જાહેર સ્થળ પર ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ
- ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઈંડા અને નોનવેજની લારીઓને લઈને વિવાદ સર્જાયો
સુરત : એક તરફ રાજ્યના રાજકોટ, વડોદરા, ભાવનગર અને જૂનાગઢ સહિત અમદાવાદમાં ઈંડા નોનવેજની લારીઓ હટાવવાની ( issue of removal of nonveg lorries) ઝુંબેશ શરૂ કરાઈ છે, ત્યારે બીજી બાજુ ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા ટ્રાફિકમાં નડતરરૂપ હોય તેવી લારીઓ (Decision to remove lorries obstructing traffic), ફેરિયાઓને હટાવવા ઝુંબેશ શરૂ કરાઇ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઈંડા અને નોનવેજની લારીઓને લઈને વિવાદ સર્જાયો છે ત્યારબાદ એક બાદ એક રાજ્યની મહાનગરપાલિકાઓએ જાહેર સ્થળ પર ઈંડા અને નોનવેજની (egg-nonveg) લારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ એમાં સુરત સામેલ નથી. સુરત મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે માત્ર ઈંડા કે નોનવેજની લારીઓ નહીં પરંતુ લોકોને અને ટ્રાફીકને અડચણરૂપ થનાર તમામ લારીઓને હટાવવામાં આવશે.
50 હજારથી વધુ લારી અને ફેરિયાઓ કાર્યરત
વેજિટેરિયન નોનવેજિટેરિયન સાથે સુરતમાં એગીટેરિયન લોકોની સંખ્યા સૌથી વધારે છે. અનુમાન મુજબ રોજે સુરતમાં 17 લાખ થી વધુ ઈંડા લોકો રોજે ખાઈ જતા હોય છે. સુરતમાં 1500થી વધુ રેસ્ટોરન્ટ, હોટેલ અને લારીઓ ઈંડાની ચાલે છે. આશરે 50 હજારથી વધુ લારી અને ફેરિયાઓ કાર્યરત છે. બીજી બાજુ સુરતમાં સ્ટ્રીટ ફૂડ કલચર હોવાના કારણે આ તમામને હટાવવું ખૂબ જ વિવાદિત રહી શકે છે આ જ કારણ છે કે સુરત મહાનગરપાલિકાએ માત્ર ટ્રાફિક ને અડચણરૂપ લારીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. આવી રીતની કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવે છે દબાણ ખાતા દ્વારા જ્યાં પણ ટ્રાફિકને નડતરરૂપ થાય તેવી લારીઓ જપ્ત કરવામાં આવે છે.
આ પણ વાંચો:અમદાવાદ: નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે મેયરને ઈંડા આપી વિરોધ, ઉગ્ર આંદોલનની AIMIMની ચીમકી
ઈંડા સસ્તા પડે છે
છેલ્લા ઘણા સમયથી શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જ્યારે એક ઇંડાનો ભાવ પાંચ થી છ રૂપિયા હોય છે. ઘરે બનાવવાનું પણ સસ્તું હોય છે અને બહાર પણ લારીઓમાં સસ્તા ભાવે વાનગી મળી જતી હોય છે. સાથોસાથ પૌષ્ટિક પણ હોય છે બીજી બાજુ સુરતમાં પરપ્રાંતિયોની સંખ્યા વધારે છે અને તેઓ શ્રમિક વર્ગના લોકો છે મોટાભાગે પરિવારથી દૂર રહે છે અને આવા લોકો કાં તો પોતે જમવાનું બનાવે છે અથવા તો આ લારીઓ પરથી જમવાનું પસંદ કરે છે, જેમાં તેમને ઓછી કિંમતે ભરપેટ જમવાનું મળી જતું હોય છે. હજારોની સંખ્યામાં લારીઓના કારણે લોકોને રોજગારી પણ મળે છે.
લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે એ તેમનો અધિકાર છે