સુરતસુરતીલાલાઓ માટે આજનો દિવસ ખૂબ જ વિશેષ છે. કારણ કે, આજે તેઓ આખરે 2 વર્ષ પછી ચાંદી પડવોની (chandi padvo) ઉજવણી કરશે. સાથે જ આજના દિવસે તેઓ 2 ટન જેટલી ઘારી આરોગી જશે. ત્યારે અલગ અલગ પ્રકારની બનાવવામાં આવેલી ઘારી (ghari sweet) ખરીદવા બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જામી રહી છે.
સુરતીઓનો ઘારી મેળો જોવા મળશે ચાંદી પડવાની અનોખી ઉજવણી આજે ચાંદી પડવો (chandi padvo) એટલે એક પ્રકારે સુરતીઓનો અનોખો તહેવાર છે. આખરે 2 વર્ષ પછી આ તહેવાર ઉજવણીની તક મળી હોવાથી સવારથી જ બજારમાં સુરતીલાલાઓ ઘારી ખરીદી કરવા પહોંચી ગયા છે. તો આ વખતે કેસર, પિસ્તા, ચોકલેટ, મેન્ગો, ઓરેન્જ, માવા ઘારી (ghari sweet) અને ગોલ્ડ ઘારીની ખૂબ જ માગ છે. આ વખતે ઘારી મોંઘી હોવા છતાં સુરતીલાલાઓ ખાઈને જ ઝંપશે.
ઘારી ખરીદવા ગ્રાહકોની ભીડ સુરતીઓનો ઘારી મેળો જોવા મળશેસુરતના ડુમસ રોડ (dumas road surat) ઉપર આજે સુરતીઓનો ઘારી મેળો (ghari sweet) જોવા મળશે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળ ને કારણે સુરતીઓની ઘારી મેરેજ જોવા મળ્યો ન હતો. આજે ફરી પાછી સુરતના ડુમસ રોડ પાલ ગૌરવથ અને અનેક જગ્યાઓ ઉપર સુરતીઓ પોતાની ઘારીનો (ghari sweet) મેળો જમાવશે. એટલેકે સુરતીઓ રસ્તાની બાજુ બેસીને ઘારી અને ભૂસાની મિજાજ માળશે.
દૂધ પેટ્રોલમાં ભાવમાં વધારો છે તો ખાવામાં શું ભાવ જોવાનોઘારી ખરીદવા આવતા ગ્રાહકે જણાવ્યું હતું કે, અમે લોકો ખાવાના શોખીન છીએ. કારણ કે. સુરતીઓ ખાવા માટે વાર તહેવારો જોતા હોય છે. તેમાં તો ચાંદી પડવો એ એવો (chandi padvo) તહેવાર છે, જેમાં લોકોને ઘારી (ghari sweet) ખાવાની મજા આવે અને અનેક પ્રકારની ઘારીઓ ખાવા મળે છે. દૂધ પેટ્રોલમાં ભાવમાં વધારો છે તો ખાવામાં શું ભાવ જોવાનો.