ગુજરાત

gujarat

ETV Bharat / city

"બીજેપીમાં જોડાયેલા કોર્પોરેટરોનો આત્મા મરી ગયો છે", આપના નેતાઓએ સફેદ કપડા પહેરી અર્પી શોકાંજલિ - આપના નેતાઓએ સફેદ કપડા પહેરી અર્પી શોકાંજલિ

સુરતમાં આજે મનપાના બજેટને લઈને સામાન્ય સભા (General Meeting in Surat) યોજાઈ હતી. બજેટમાં આપ પાર્ટી છોડીને બીજેપીમાં જોડાયેલા 6 કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા. સામાન્ય સભા તોફાની ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

"બીજેપીમાં જોડાયેલા કોર્પોરેટરોનો આત્મા મરી ગયો છે", આપના નેતાઓએ સફેદ કપડા પહેરી અર્પી શોકાંજલિ
"બીજેપીમાં જોડાયેલા કોર્પોરેટરોનો આત્મા મરી ગયો છે", આપના નેતાઓએ સફેદ કપડા પહેરી અર્પી શોકાંજલિ

By

Published : Feb 16, 2022, 2:18 PM IST

સુરત:સુરતમહાનગર પાલિકાની (Surat Municipal Corporation) સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે આજે સામાન્ય સભા (General Meeting in Surat) સમક્ષ બજેટ રજૂ કર્યું હતું. 7288 કરોડનું બજેટ રજૂ કરીને વિસ્તૃત ચર્ચા શરૂ કરી હતી. મનપાના સભા ખંડમાં બજેટને લઈને આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી.

"બીજેપીમાં જોડાયેલા કોર્પોરેટરોનો આત્મા મરી ગયો છે", આપના નેતાઓએ સફેદ કપડા પહેરી અર્પી શોકાંજલિ"બીજેપીમાં જોડાયેલા કોર્પોરેટરોનો આત્મા મરી ગયો છે", આપના નેતાઓએ સફેદ કપડા પહેરી અર્પી શોકાંજલિ

સામાન્ય સભા તોફાની ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત

બજેટમાં આપ પાર્ટીના 6 કોર્પોરેટર બીજેપીમાં જોડાઈ ગયા હતા તેઓ પણ હાજર રહ્યા હતા. બીજી તરફ સામાન્ય સભા તોફાની ન બને તે માટે પોલીસ, SRP અને સિક્યુરીટીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં લતા મંગેશકર અને ગ્રીષ્માને અજલી આપી પાંચ મિનિટ સભા મોકૂફ રખાઈ હતી.

આ પણ વાંચો:Surat AAP Corporator Suspended : લ્યો, વધુ એક કોર્પોરેટર ખરી પડવાની નોબત આવી, પાર્ટીએ તગેડી મૂક્યાં

પેપરલેસ અને ઈ-બજેટ રજૂ કરવામાં આવ્યું

મનપાની આ બજેટની પહેલી એવી સામાન્ય બની હતી જેમાં પેપરલેસ અને ઈ-બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવે છે. તેનો પહેલી વખત એક સાથે બહોળો ઉપયોગ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ આપ પાર્ટીએ પક્ષ પલટુ કોર્પોરેટરો સામે અનોખી રીતે વિરોધ પણ કર્યો હતો. આપના વિપક્ષ નેતા અને તમામ કોર્પોરેટર સફેદ કપડા પહેરીને આવ્યા હતા અને આ મામલે વિરોધ નોધાવ્યો હતો.

આ પણ વાંચો:AAPના કોર્પોરેટરનો આક્ષેપ, ઋતા દુધાગરાને કામરેજના ધારાસભ્ય દ્વારા ભાજપમાં જોડાવવા 3 કરોડ રૂપિયાની ઓફર

શોકાંજલિ રૂપે સફેદ કપડા પહેરીને વિરોધ કર્યો

વિપક્ષનેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, આ સામાન્ય સભામાં આપના તમામ નગર સેવકો હાજર રહ્યા છે. સુરતની જનતા માટે ક્યાં ક્યાં પ્રોજેક્ટ માટે પ્રાથમિકતા અને કેવી રીતે ચલાવવા જોઈએ તે અંગે ચર્ચા કરાશે. સફેદ કપડા પહેરવાનું કારણ આપ પાર્ટીના 6 કોર્પોરેટરોનો આત્મા મરી ગયો છે અને તેઓનું જમીર મરી ગયું છે. જેથી શોકાંજલિ રૂપે અમે આ સફેદ કપડા પહેરી વિરોધ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details