- આત્મનિર્ભર ભારતની કલ્પનાને સુરતનો ડાયમંડ ઉદ્યોગ સાકાર કરી રહ્યો: દર્શનાબેન જરદોશ
- નવયુવાનોના જુસ્સા અને સાહસિકતાના કારણે આ સેક્ટરને ગતિ મળી
- 'સુરત ડાયમંડ બુર્સ' શરૂ થયાં બાદ સુરત શહેર ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બનશે
- વિદેશ સાથે વ્યાવસાયિક જોડાણ અને લેબ ગ્રોન ડાયમંડ પર વિશેષ ધ્યાન આપે: પિયુષ ગોયલ
સુરત: કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યપ્રધાન દર્શનાબેન જરદોશના હસ્તે સુરતના ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસિએશન (Surat Jewelery Manufacturers Association) અને સુરત જ્વેલટેક ફાઉન્ડેશન દ્વારા તા.27થી 29 નવે સુધી આયોજિત ત્રિદિવસીય 'જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેકચરર્સ શો-2021' (Gems & Jewelry Manufacturers Show-2021:)ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ વેળાએ કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યાં (Piyush Goyal virtually present in Surat)હતાં.
નવયુવાનોના જુસ્સા અને સાહસિકતાના કારણે આ સેક્ટરને ગતિ મળી
આ પ્રસંગે દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સુરતના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગમાં જોડાયેલા નવયુવાનોના જુસ્સા અને સાહસિકતાના કારણે આ સેક્ટરને ગતિ મળી છે. હીરા ઉદ્યોગમાં કટિંગ, પોલિશિંગનું હબ એવું સુરત શહેર 'સુરત ડાયમંડ બુર્સ' શરૂ થયાં બાદ ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બનશે. હવે આવનારા દિવસોમાં ઈચ્છાપોર ખાતે જ્વેલરી ટ્રેડિંગ મોલ પણ સાકાર થવાં જઈ રહ્યો છે, ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગની વેલ્યુ ચેઈન ખરા અર્થમાં પૂર્ણ થશે. સુરતમાં 45થી વધુ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ ધમધમી રહ્યાં છે, જે આ ઉદ્યોગનું ઉજ્જવળ ભવિષ્ય દર્શાવે છે એમ જણાવતાં તેમણે સુરતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વધુને વધુ પ્રગતિ કરે એવી અપેક્ષા વ્યકત કરી હતી.