ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના કાળમાં પણ પ્રગતી કરતો સુરતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ, હીરાના એક્સપોર્ટમાં 70 ટકાનો વધારો

કોરોના કાળમાં જ્યારે વિશ્વ આરોગ્ય અને આર્થિક જેવા તમામ પાસાઓ પર સફર કરી રહ્યું હતું. ત્યારે ભારતનો ડાયમંડ ઉદ્યોગ પ્રગતિ (India's Diamond Industry Progress) કરી રહ્યો હતો. જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના (GJEPC) આંકડા મુજબ કોરોના કાળમાં પણ વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021 કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં (Export of polished diamonds) 70 ટકાનો વધારો થયો છે.

Gems and Jewellery industry of Surat
Gems and Jewellery industry of Surat

By

Published : Jan 22, 2022, 9:03 AM IST

સુરત:વર્ષ 2021માં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ (Export of polished diamonds) 1.33 લાખ કરોડ પર પહોંચી હતી. જે વર્ષ 2020માં 78000 કરોડ હતી. જ્યારે આર્થિક રીતે તો દેશ પડી ભાંગી રહ્યો હતો પરંતુ આર્થિક અને આરોગ્યની દૃષ્ટિએ પણ અને એક ચેલેન્જ ઊભા થયા હતા. આવા સમયે લોકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પણ અનેક વીપરિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ એક ઉદ્યોગ ભારતમાં આવ્યો હતો તે હરણફાળ રીતે પ્રગતિ કરી રહ્યો હતો, તે છે જેમ એન્ડ જ્વેલરી (Gems and Jewellery industry of Surat). હાલ વર્ષ 2022ની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે પાછલા બે વર્ષના આંકડા પર નજર નાખીએ તો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગએ નવા સિમાચિહ્ન સર કર્યા છે.

કોરોના કાળમાં પણ પ્રગતી કરતો સુરતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ

કટ અને પોલિશ્ડ ડાયમંડ

  • એપ્રિલથી ડિસેમ્બર 2020- 78,945.8 કરોડ
  • એપ્રિલથી ડિસેમ્બર 2021- 1,33,740.56
  • વધારો- 69.35 ટકા

પ્લેટિનમ

  • એપ્રિલથી ડિસેમ્બર 2020- 84.18 કરોડ
  • એપ્રિલથી ડિસેમ્બર 2021- 167.58 કરોડ
  • વધારો- 98.53 ટકા

પ્લેઇન ગોલ્ડ જ્વેલરી

  • એપ્રિલથી ડિસેમ્બર 2020- 9594.64 કરોડ
  • એપ્રિલથી ડિસેમ્બર 2021- 21,048.88 કરોડ
  • વધારો- 118.91 કરોડ

કટ અને પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડ

  • એપ્રિલથી ડિસેમ્બર 2020- 3111.14 કરોડ
  • એપ્રિલથી ડિસેમ્બર 2021- 6865.39 કરોડ
  • વધારો-118.92 ટકા

સિલ્વર જ્વેલરી

  • એપ્રિલથી ડિસેમ્બર 2020- 11395.8 કરોડ
  • એપ્રિલથી ડિસેમ્બર 2021- 14612 કરોડ
  • વધારો- 28.22 ટકા

સિન્થેટિક ડાયમંડની માગમાં પણ વધારો

વર્ષ 2020ની સરખામણીએ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગએ વર્ષ 2021માં ખૂબ જ પ્રગતિ કરી છે. જે બાબત જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આંકડા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભારતનું હીરા અને ઝવેરાતનું માર્કેટ સૌથી મોટું ચાઇના, અન્ટવર્પ અને હોંગકોંગ છે. કોરોના કાળમાં પણ આ દેશોમાં હીરા અને ઝવેરાતની પુષ્કળ માંગણી હતી. વર્ષ 2020ની સરખામણીમાં 2021માં કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં 70 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021માં કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ અને 1.33 લાખ કરોડ પર પહોંચી હતી, જે વર્ષ 2020માં 78 હજાર કરોડ હતી. જે આંકડા પરથી ફલિત થાય છે. આ ઉપરાંત ગોલ્ડ જ્વેલરી, સિલ્વર જ્વેલરી તેમજ સિન્થેટિક ડાયમંડની માગમાં પણ વધારો થયો છે.

સુરત ડાયમંડ બુર્સ બન્યા પછી ઉદ્યોગ વધુ વેગ પકડશે

GJEPCના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારમાં કોરોના કાળ દરમિયાન પણ હીરા જવેરાતની માગ સારી રહી હતી ખાસ કરીને સિન્થેટિક ડાયમંડની ડિમાન્ડમાં વધારો નોંધાયો છે. સુરત ડાયમંડ બુર્સ બન્યા પછી ઉદ્યોગ વધુ વેગ પકડશે

આ પણ વાંચો: Notification from Union Ministry of Commerce : GJEPCના સભ્યો જ રફ ડાયમંડની આયાતનિકાસ કરી શકશે

આ પણ વાંચો: Pre Budget 2022-23: ડાયમંડ જ્વેલરી ઉદ્યોગને વેપારમાં સાનુકૂળ ટેક્ષ માળખું આપવા કેન્દ્રમાં પ્રી-બજેટ રજૂઆત

ABOUT THE AUTHOR

...view details