સુરત: મહાનગરપાલિકાએ પોતાના અધિકારીઓ માટે ઇલેક્ટ્રિક વ્હિકલ (Electric vehicle in surat)ની ખરીદી કરી છે. હાલમાં 5 વ્હિકલની ખરીદી કરાઈ છે, જ્યારે આવનારા દિવસોમાં વધુ વ્હિકલની ખરીદી કરશે, એટલું જ નહીં સુરત ગુજરાતમાં પ્રથમ મહાનગરપાલિકા બનશે કે જે શહેરમાં ગાર્બેજ (Garbage Collection In Surat) કલેક્શન વ્હિકલના માધ્યમથી કરશે.
8 વર્ષની બેટરી વોરંટી ધરાવનાર 5 ઇ-વ્હિકલ અમે પ્રથમ ફેઝમાં ખરીદ્યા. પ્રથમ ફેઝમાં 5 ઇ વ્હિકલ ખરીદ્યા-દેશમાં પ્રથમવાર ઇ-વ્હિકલ પોલીસી (e-vehicle policy surat) લાવનારી સુરત મહાનગરપાલિકાએ પોતાના અધિકારીઓ માટે ઇ-વ્હિકલની ખરીદી કરી છે. હાલ 5 વ્હિકલ (surat municipal corporation e vehicle) ખરીદ્યા છે અને ટૂંક સમયમાં પોતાના અધિકારીઓ માટે વધુ ઇ-વ્હિકલ ખરીદશે. આ અંગે સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, 8 વર્ષની બેટરી વોરંટી ધરાવનાર 5 ઇ-વ્હિકલ અમે પ્રથમ ફેઝમાં ખરીદ્યા છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ખર્ચ નહિવત રહેશે.
આ પણ વાંચો:Policy for electric vehicles બનાવનાર સુરત ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા, જાણો વિગત
એક વાહનની કિંમત 16 લાખ-સાથે તેઓએ જણાવ્યું હતું કે, શહેરમાં ગાર્બેજ કલેકશન માટે પણ ઇલેક્ટ્રિક વ્હિકલ અમે ખરીદી રહ્યા છીએ. કચરો લેવા માટે રૂપિયા 80 લાખના ખર્ચે (electric vehicle Budget surat) 5 વાહન ખરીદાશે. ત્યારબાદ તબક્કાવાર વધુ વાહનો ખરીદવાનું આયોજન થયું છે. ટેન્ડર (electric vehicle tenders surat) બહાર પાડીને ઓફર મંગાવી હતી તેમાં પાલિકાને જે વાહનની જરૂર છે તેમાં એક વાહનની કિંમત 16 લાખની આવી છે. જેથી રૂપિયા 80.04 લાખના ખર્ચે આ વાહનો ખરીદવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકાઇ છે.
આ પણ વાંચો:રાજ્યમાં ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલર્સની માગમાં વધારો, સુરતમાં દોઢ મહિનાનું ચાલી રહ્યું છે વેઈટીંગ
530થી વધુ ઇલેક્ટ્રિક વ્હિકલ ગાર્બેજ કલેક્શન કરશે- શહેરમાં ગાર્બેજ કલેક્શન માટે તમામ વાહનો ઈલેક્ટ્રિક હશે જેની સંખ્યા 530થી વધુ હશે. ગુજરાતમાં પ્રથમવાર કોઇ મહાનગરપાલિકામાં ગાર્બેજ કલેક્શન ઇલેક્ટ્રિક વ્હિકલના માધ્યમથી સુરતમાં થશે. આ પહેલા દક્ષિણ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના માધ્યમથી ગાર્બેજ કલેક્શન કરાય છે.