ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના કાળમાં ગણગોર પૂજા: ગણગોરને પોશાકના આધારે મેચિંગ માસ્ક પહેરાવાયું - surat local news

સુરતમાં સ્થાયી થયેલા રાજસ્થાની સમાજમાં લોકો દ્વારા પ્રાચીન પર્વ ગણગોરની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં જે રીતે ગણગોરની પૂજા કરવામાં આવે છે. તે જ રીતે સુરતમાં લાખોની સંખ્યામાં રહેતા રાજસ્થાની સમાજના લોકો ગણગોરની પૂજા આસ્થાની સાથે કરતા હોય છે. ત્યારે આ વર્ષે ગણગોરને અલગ-અલગ માસ્ક પણ પહેરાવવામાં આવ્યા છે.

કોરોના કાળમાં ગણગોર પૂજા: ગણગોરને પોશાકના આધારે મેચિંગ માસ્ક પહેરાવાયું
કોરોના કાળમાં ગણગોર પૂજા: ગણગોરને પોશાકના આધારે મેચિંગ માસ્ક પહેરાવાયું

By

Published : Apr 6, 2021, 1:45 PM IST

  • ગણગોરને પોશાકન અનુરૂપ જ માસ્ક
  • વેક્સિન લે તે માટે ગણગોરની ખાસ પૂજા-અર્ચના
  • માસ્ક પહેરાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં કોરોના અંગે જનજાગૃતિ લાવવાનું છે

સુરત: શહેરમાં લાખોની સંખ્યામાં રાજસ્થાની સમાજના લોકો વસે છે અને પરંપરાગત રીતે ભક્તિભાવપૂર્ણ ગણગોર પૂજા દર વર્ષે કરતા હોય છે. આ વખતે કોરોના કાળમાં લોકોમાં ભક્તિભાવની સાથે જાગૃતિ આવે અને લોકો વધુમાં વધુ વેક્સિન લે તે માટે ગણગોરની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. એટલું જ નહીં ગણગોરને તેમના પોશાકના આધારે મેચિંગ માસ્ક પણ પહેરાવીને વધુ આકર્ષિત બનાવવામાં આવ્યા હતા.

માસ્ક પહેરાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં કોરોના અંગે જનજાગૃતિ લાવવાનો છે

સુરતમાં પ્રાચીન પર્વ ગણગોરની ઉજવણી શરૂ

સુરતમાં સ્થાયી થયેલા રાજસ્થાની સમાજમાં લોકો દ્વારા પ્રાચીન પર્વ ગણગોરની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં જે રીતે ગણગોરની પૂજા કરવામાં આવે છે. તે જ રીતે સુરતમાં લાખોની સંખ્યામાં રહેતા રાજસ્થાની સમાજના લોકો ગણગોરની પૂજા આસ્થાની સાથે કરતા હોય છે. ત્યારે આ વર્ષે ગણગોરને અલગ-અલગ માસ્ક પણ પહેરાવવામાં આવ્યા છે. મહિલાઓએ જણાવ્યું હતું કે, માસ્ક પહેરાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં કોરોના અંગે જનજાગૃતિ લાવવાનો છે. મહિલાઓએ પૂજાની સાથે હાથમાં પેમ્પલેટ લઈને લોકોને વેક્સિન લેવા માટે પણ જાગૃત કર્યા હતા.

આ પણ વાંચો:ધુળેટીના દિવસથી રાજસ્થાનીઓનો તહેવાર ગણગોર શરુ

પોશાકને અનુરૂપ જ માસ્ક

ગુજરાતની ભૂમિ પર રાજસ્થાની સમાજના લોકો ગણગોરની ઉજવણી ખૂબ જ શ્રધ્ધાથી કરતાં જોવા મળે છે. હોળીના બીજા દિવસે પ્રગટેલી હોળીની માટીમાંથી માતા ગણગોરની પ્રતિમા બનાવવામાં આવે છે અને 16 દિવસ સુધી તેમની સેવા કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોનાને કારણે તૈયારીઓમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. મહિલાઓએ તૈયાર કરેલા ગણગોરને પણ તેઓ પોશાકને અનુરૂપ જ માસ્ક પહેરાવી રહ્યા છે. મોતી અને અનેક જાતના વર્કના માસ્ક પહેરાવીને તેમની પૂજા કરવામાં આવી રહી છે.

કોરોના કાળમાં ગણગોર પૂજા: ગણગોરને પોશાકના આધારે મેચિંગ માસ્ક પહેરાવાયું

માતા ગણગોરની 16 દિવસની પૂજા માટે મહિલાઓ ઉત્સાહિત

મહિલાઓ કોરોનાની મહામારી માંથી જલ્દીથી સમગ્ર વિશ્વ ઉગરે તેવી પ્રાર્થના પણ કરી રહી છે. જોકે, કોરોનાને કારણે મોટી સંખ્યામાં ભેગા થઈને તહેવારની ઉજવણી કરવાને બદલે મહિલાઓ ઘરે જ ઉજવણી કરશે. કુંવારી કન્યાઓ અને પરણિત મહિલાઓ માતા ગણગોરની 16 દિવસની પૂજા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. રાજસ્થાની જેમ સુરતમાં પણ લોકો ઉત્સાહભેર ગણગોરની પૂજા કરતા હોય છે.

આ પણ વાંચો:હોળી અને ધૂળેટી પાછળની પૌરાણિક માન્યતા, ધુળેટીના રંગો કેટલા સ્વાસ્થ્ય માટે ઉપયોગી

ABOUT THE AUTHOR

...view details