ગુજરાત

gujarat

ETV Bharat / city

બારડોલી સહિત સુરત જિલ્લામાં શ્રીજીની ભારે હૈયે વિદાય

બારડોલી સહિત જિલ્લામાં ભારે હૈયે શ્રીજીને વિદાય આપવામાં આવી હતી. બારડોલીના તેન નજીક આવેલા કુદરતી તળાવમાં ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભારે ઉહાપોહ બાદ તંત્ર દ્વારા પરંપરાગત રૂટ પર વિસર્જન યાત્રાને મંજૂરી આપવામાં આવી હતી. જોકે ગણ્યા ગાંઠ્યા ગણેશ મંડળોને બાદ કરતાં મોટા ભાગના ગણેશ મંડળો વિસર્જન યાત્રામાં જોડાવાની જગ્યાએ સીધા જ તેન ખાતે આવેલા તળાવમાં વિસર્જન કર્યું હતું.

Gujarat NewsGujarat News
Gujarat News

By

Published : Sep 19, 2021, 8:41 PM IST

  • બારડોલી સહિત જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
  • બારડોલીમાં તેનના કુદરતી તળાવમાં શ્રીજીનું વિસર્જન
  • પરંપરાગત રૂટ પરથી નીકળી વિસર્જન યાત્રા

સુરત: કોરોના મહામારી બાદ ચાલુ વર્ષે પહેલી વખત સરકાર દ્વારા તહેવારોમાં છૂટછાટ આપવામાં આવી હતી. જેને કારણે ગણેશોત્સવમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દસ દિવસ બાપાની ભક્તિભાવ પૂર્વક આરાધના કર્યા બાદ રવિવારના રોજ ભક્તોએ ભીની આંખે બાપાને વિદાય આપી હતી. બારડોલીમાં વહીવટી તંત્રએ તળાવ બનાવવાની તસ્દી ન લેતા છેવટે તેનના કુદરતી તળાવમાં વિસર્જન માટેની તૈયારી કરવા આવી હતી.

બારડોલી સહિત સુરત જિલ્લામાં શ્રીજીની ભારે હૈયે વિદાય

ઘરમાં સ્થાપન કરેલી મૂર્તિઓનું મોટા પાત્રમાં વિસર્જન

ઘરમાં સ્થાપના થયેલી મૂર્તિની મોટાભાગના પરિવારોએ ઘરમાં જ ઇકોફ્રેન્ડલી રીતે ગણેશજીનું એક મોટા પાત્રમાં વિસર્જન કર્યું હતું. અન્ય મૂર્તિઓનું તેન તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં તેન તળાવમાં 2 થી 4 ફૂટ સુધીની 243 અને 2 ફૂટથી નાની 300 જેટલી મૂર્તિનું વિસર્જન કરાયું હતું. વિસર્જન યાત્રા માટે તંત્રે છેલ્લી ઘડીએ પરંપરાગત રૂટ યથાવત રાખવાની જાહેરાત કરી હતી પરંતુ એ રુટ તેન સુધી આવવા માટે લાંબો પડતા મોટા ભાગના મંડળો સીધા જ તેન તળાવ પર પહોંચી શ્રીજીનું વિસર્જન કર્યું હતું.

બારડોલી સહિત સુરત જિલ્લામાં શ્રીજીની ભારે હૈયે વિદાય

15 જેટલા મંડળો જ જોડાયા વિસર્જન યાત્રામાં

15 જેટલા મંડળો જ આ વખતે યાત્રામાં જોડાયા હતા. મોડી સાંજ સુધી કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. પોલીસે વિસર્જન દરમ્યાન ચાંપતો બંદોબસ્ત રાખતા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન ચાલી રહ્યું છે. બારડોલીના જલારામ મંદિરમાં નારિયેળના છોતરામાંથી બનનાવવામાં આવેલા ગણેશજીનું મંદિરમાં જ એક પાત્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરના અનેક પરિવારોએ આ રીતે ઘરમાં વિસર્જન કરી એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

બારડોલી સહિત સુરત જિલ્લામાં શ્રીજીની ભારે હૈયે વિદાય

ABOUT THE AUTHOR

...view details