ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના સચિન GIDCના ઉદ્યોગપતિઓ દ્વારા લોકોને નિઃશુલ્ક ઓક્સિજન વિતરણ સેવા - સુરતમાં કોરોના વાઇરસ કેસ

સુરત શહેરમાં કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની ભયંકર અછત વચ્ચે સુરતના સચિન GIDCના ઉદ્યોગપતિઓ દર્દીઓની વ્હારે આવ્યા છે. સચિન GIDCના ઉદ્યોગપતિઓ દ્વારા 600 ઓક્સિજન સિલીન્ડર સ્વખર્ચે ખરીદવામાં આવ્યા છે, જેનું રીફીલિંગ કરી જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવી રહ્યા છે.

સચિન GIDC
સચિન GIDC

By

Published : Apr 27, 2021, 4:48 PM IST

Updated : Apr 27, 2021, 9:30 PM IST

  • સચિન GIDC દ્વારા ના ઉદ્યોગપતિઓ દ્વારા નિઃશુલ્ક ઓક્સિજન વિતરણ
  • 600 ઓક્સિજન સિલીન્ડર સ્વખર્ચે ખરીદવામાં આવ્યા
  • કોરોના મહામારીમાં લોકોને મદદ કરવાનો અનોખો પ્રયાસ

સુરત : સુરતના સચિન GIDC ખાતે ઓક્સિજનની અછતને દૂર કરવા માટે ઉદ્યોગપતિઓ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે લોકોને પણ ઓક્સિજનની જરૂરિયાત છે તેઓ અહીંથી નિશુલ્ક ઓક્સિજન સિલીન્ડર મેળવી શકે છે. ઉદ્યોગપતિ મહેન્દ્ર રામોલિયા અને પ્રવીણ સેખલીયા તેમજ સચિન GIDCના પદાધિકારીઓ દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 600 જેટલા ઓક્સિજન સિલીન્ડર ખરીદી જરૂરિયાતમંદ લોકોને આપવા માટે તમામ વ્યવસ્થા કરી લોકોની મદદ કરવામાં આવી રહી છે, એટલું જ નહીં જે લોકો પાસે સિલેન્ડરની બોટલો છે પરંતુ રીફિલિગ કરવા માટે હેરાનગતિ થાય છે, આવા લોકોની પણ મદદ કરવામાં આવી રહી છે.

સુરત

આ પણ વાંચો: ઓક્સિજનની અછતઃ સુરત કલેક્ટરે કહ્યું,'રોજ કમાઓ રોજ ખાઓ' જેવી સ્થિતિ

માત્ર પાંચ સેકન્ડનો વીડિયો મોકલો, અને ઓક્સિજન મેળવો

આ અંગે પ્રવીણભાઈ શેખલીયાએ જણાવ્યું હતું કે કોરોનાને લઇને જે રીતે શહેરમાં પરિસ્થિતિ સર્જાઈ છે તેના પગલે અમે જ્યાંથી પણ ઓક્સિજન સિલીન્ડર મળે ત્યાંથી તેને ખરીદી લોકોની મદદ માટે વાપરી રહ્યા છે. અમે 600 કરતા વધુ સિલીન્ડર લોકોને આપી રહ્યા છે અને સાથે જે લોકો સિલીન્ડર લઈને આવે છે તેમને પણ રિફિલિંગ કરી આપીએ છીએ. અમે ફાયર સ્ટેશન ઉપર ખાસ સુવિધા ઉપલબ્ધ કરી છે જેમાં વેક્સિનેશન આપવાની પણ કામગીરી ચાલી રહી છે લોકોને તમામ સુવિધાઓ આપવામાં આવે છે, ઓક્સિજનની અછત સર્જાય તેવા લોકો માટે પણ આ વ્યવસ્થા ઉભી કરાઇ છે. આ લોકોને માત્ર આધાર કાર્ડ અને ડૉક્ટર દ્વારા લખાયેલા પ્રિસ્ક્રીપ્શન બતાવવાનું હોય છે. આ સાથે જ જે લોકો ઘરે સારવાર મેળવી રહ્યા છે તેમણે માત્ર પાંચ સેકન્ડનો વીડિયો અમને મોકલવાનો હોય છે અને અમે ઓક્સિજન પહોંચાડી આપીએ છીએ.

Last Updated : Apr 27, 2021, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details