ગુજરાત

gujarat

ETV Bharat / city

Fraud with Textile Traders : કાપડ વેપારીઓ આકરે પાણીએ આવતાં લીધો મોટો નિર્ણય - Textile traders in Surat

સુરત કાપડ માર્કેટમાં કરોડો રૂપિયાની છેતરપિંડીને (Fraud with Textile Traders) લઈને રાજ્યના ગૃહપ્રધાનને આ બાબતે રજૂઆત કરવામાં આવશે. કાપડ વેપારીઓએ (Textile traders in Surat )એસોસિએશનને (Surat Textile Industires ) રજૂઆત કરતાં હવે મામલો ગૃહપ્રધાન સુધી પહોંચાડવામાં આવશે.

Fraud with Textile Traders : કાપડ વેપારીઓ આકરે પાણીએ આવતાં લીધો મોટો નિર્ણય
Fraud with Textile Traders : કાપડ વેપારીઓ આકરે પાણીએ આવતાં લીધો મોટો નિર્ણય

By

Published : May 13, 2022, 5:48 PM IST

સુરત- સુરત ટેક્સટાઇલ ફોગવા (Surat Fogva) પ્રમુખ અશોક જીરાવાલા કાપડના વેપારીઓ સાથે થતી છેતરપિંડીને (Fraud with Textile Traders) લઈને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને (HM Harsh Sanghvi ) આ બાબતે રજૂઆત કરશે. કારણ કે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ઘણા ટેક્સટાઇલ વેપારીઓ (Textile traders in Surat ) પાસેથી છેલ્લા ઘણા વર્ષોથી કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ છે. એમાં જે વેપારીઓ આ છેતરપિંડીનો ભોગ બન્યા છે તે તમામ વેપારીઓએ (Surat Textile Industires )ગતરોજ સુરત ટેક્સટાઇલ પ્રમુખ અશોક જીરાવાલા જોડે મુલાકાત કરી હતી. તેમની સમસ્યાઓનો નિકાલ કરવા માટે તમામ પુરાવાઓ ભેગા કરી રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને શનિવારે ( complaint with the Home Minister) રજૂઆત કરશે.

છેતરપિંડીઓનો મામલો ગૃહપ્રધાન સુધી પહોંચાડવામાં આવશે

આ પણ વાંચોઃ Fraud with Patan Traders: પાટણમાં 2 વેપારી ભાઈઓ સાથે કઈ રીતે 5 કરોડની છેતરપિંડી થઈ, જૂઓ

ફોગવા કરશે વેપારી વતી વાત- અશોક જીરાવાલાએ (Surat Fogva) આ મુદ્દે કહ્યું કે હું એટલા માટે ગૃહપ્રધાન હર્ષ સંઘવી (HM Harsh Sanghvi ) મળવા માગું છું કે વર્ષોથી ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર જે સમસ્યાઓ આવી રહી છે. એમાં અવરનવર ચિટીંગ કરનાર પાર્ટીઓ લાખો-કરોડો ઉઠમણું કરતા હોય ત્યારે વેપારીઓની ઘણી બધી સમસ્યાઓનો (Fraud with Textile Traders) સામનો કરવો પડતો હોય છે. ત્યારે આજે આજે આખા દેશની અંદર ખેતી પછી મોટી રોજગારી આપતું રોજગારી હોય તો ટેક્સટાઇલ ઉદ્યોગ છે. પરંતુ એની અંદર ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થઇ રહી છે.

આ પણ વાંચોઃ Financial Fraudster in Ahmedabad: પત્રકાર હોવાનો રોફ બતાવી ફેકટરી માલિક પાસે પૈસા પડાવાનું શખ્સોને પડ્યું ભારે

પોલીસ મંદિરની બહાર ચપ્પલ ચોરને પણ પકડી શકે છે તો આ કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારોને કેમ નહીં- તેમણે (Surat Fogva)વધુમાં જણાવ્યું કે, આજે એક બિલ્ડર હોય તો તે પણ ઉધાર માલ લઈને જ કામ કરે છે. પણ આ રીતે કોઇપણ અધિકારી હાથ ઊંચા કરી દે તો અમારે ક્યાં જવું. બે દિવસની અંદર અમારી પાસે 100થી વધુ વિવર્સ છેતરપિંડીના લઈને ફરિયાદ લઈને આવી ગયા છે. આ છેતરપિંડી (Fraud with Textile Traders) કરનાર લોકોની આખી ગેંગ ( complaint with the Home Minister) જ છે. ગતરોજ જે ફક્ત 16 વર્ષના જ એક ઠગે 100થી વધુ વિવર્સ સાથે 60 કરોડથી ઉપર છેતરપિંડી કરી હોય તેમ લાગી રહ્યું છે. હું માનું છું અધિકારીઓ મંદિરની બહારથી ચપ્પલ ચોરી પકડી પાડે છે તો આ તો કરોડો રૂપિયાનું ઉઠમણું કરનારાને કેમ નહીં? એની માટે જ અમે ગૃહપ્રધાન (HM Harsh Sanghvi ) સાથે મુલાકાત કરીશું.

ABOUT THE AUTHOR

...view details