સુરતઃ કાલુપુર કો. ઓપરેટીવ બેંક લિમિટેડ બેંકનો મેંંનજર જયેશ સાકળીયાએ સીઆઈડી ક્રાઈમમાં બેન્ક સાથે થયેલી 6 કરોડની છેતરપીંડી અને અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જેમાં બેન્કમાથી તત્કાલીન બેન્ક મેનેજર સાથે મેળાપણું કરી કાવતરૂ રચી રૂપિયા 6 કરોડનું હાઈપોથીકેશન સ્ટોક કમ બુક ડેષ્ટ પ્રકારનું બેંકની ગાઈડ લાઈન અને સરક્યુલરો તેમજ નિયમોનું ઉલ્લંઘન કરી ધિરાણ મેળવી લીધું હતું. ધિરાણની રકમ લીધા બાદ બેન્કમાં પરત ભરપાઈ કરી ન હતી. આ રીતે ધિરાણની શરતોનું પાલન કર્યું નહોતું.
આ સાથે જ બેન્ક એકાઉન્ટને એન.પી.એ. કરાવી, મોર્ગેજમાં મુકેલી પ્રોપર્ટીનું ઓવર વેલ્યુએશન કરાવ્યું હતું. કોર્ટ કમિશ્નર સમક્ષ જપ્તીની કાર્યવાહી દરમિયાન ખોટા અને બનાવટી સ્ટોક સ્ટેટમેન્ટ તથા ઉઘરાણીના સ્ટેટમેન્ટ રજૂ કરી બેંક સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યો હતો.