ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં બેન્કના ડેપ્યુટી મેનેજરના પિતા સાથે હેલ્થ ઇન્સ્યોરન્સના નામે ઠગાઇ - surat bank

સુરતમાં RDBL બેંકમાંથી નેહા શર્મા બોલું છું, તમારા ક્રેડીટ કાર્ડમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ચાલુ થયો છે અને તેનો 300 રૂપિયા ચાર્જ થશે. તેમ જણાવી સુરતમાં બેન્કના ડેપ્યુટી મેનેજરના પિતાની બેન્ક ડીટેલ મેળવી તેમજ ઓટીપી મેળવી 78,220 રૂપિયાનું ટ્રાન્જેકશન થયું હતું. આ બનાવ અંગે ડેપ્યુટી બેન્ક મેનેજરના પિતાએ સુરતના ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં બેન્કના ડેપ્યુટી મેનેજરના પિતા સાથે હેલ્થ ઇન્સ્યોરન્સના નામે ઠગાઇ
સુરતમાં બેન્કના ડેપ્યુટી મેનેજરના પિતા સાથે હેલ્થ ઇન્સ્યોરન્સના નામે ઠગાઇ

By

Published : Jun 13, 2021, 10:51 AM IST

  • સુરત પોલીસે ઠગાઈ કરતી ગેંગને ઝડપી
  • વિષ્ણુકુમાર દેવીપ્રસાદ શર્મા ખાનગી કંપનીમાં નોકરી કરે છે
  • મોબાઈલમાં ઓટીપી મોકલી રૂપિયા ઉપાડી લેવાના બનાવો સામે આવી રહ્યા છે

સુરતઃ ઘણા લોકોને RDBL બેન્કમાંથી અધિકારીઓની ઓળખ આપી ક્રેડીટ કાર્ડમાં હેલ્થ ઇન્સ્યોરન્સ બંધ કરાવવાના નામે બેન્ક ડીટેલ મેળવી તેમજ મોબાઈલમાં ઓટીપી મોકલી રૂપિયા ઉપાડી લેવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં આવી જ એક વધુ ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી કૃષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતા વિષ્ણુકુમાર દેવીપ્રસાદ શર્મા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમનો પુત્ર સુરતની બેન્કમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવે છે.

આ પણ વાંચોઃપોરબંદરના યુવાન સાથે થયું રૂપિયા 22,941નું સાયબર ફ્રોડ

ચાર્જ ક્રેડીટ કાર્ડમાં એડ થઇ જશે

1મે 2021ના રોજ વિષ્ણુકુમાર દેવીપ્રસાદ શર્મા નોકરી પર હાજર હતા, તે સમયે તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો અને ફોન કરનારે જણાવ્યું હતું કે, હેલ્લો હું RDBL બેન્કમાંથી નેહા શર્મા બોલું છું. તમારા ક્રેડીટ કાર્ડમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ચાલુ થયો છે અને તેનો 300 રૂપિયા ચાર્જ થશે અને તે ચાર્જ ક્રેડીટ કાર્ડમાં એડ થઇ જશે.

હેલ્થ ઇન્સ્યોરન્સ બંધ કરવાની વાત કરતા બેન્ક ડીટેલ માગી હતી

જો કે, વિષ્ણુકુમારે કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ ચાલુ કરાવ્યો ન હોવાથી તેઓએ હેલ્થ ઇન્સ્યોરન્સ બંધ કરવાની વાત કરી હતી. જેથી ફોન કરનાર નેહા શર્માએ જણાવ્યું હતું કે, તેના માટે તમારે બેન્ક ડીટેલ આપવી પડશે અને તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે તે આપવો પડશે. આમ નેહા શર્મા નામની મહિલાએ વિષ્ણુકુમારને વાત કરી વિશ્વાસમાં લઇ લીધા હતા.

ફોન ચાલુ હતો ત્યાં જ પૈસા ઉપડી ગયા

વિષ્ણુકુમારે કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ ચાલુ કરાવ્યો ન હોવાથી, તેઓએ હેલ્થ ઇન્સ્યોરન્સ બંધ કરવાની વાત કરી હતી. જેથી ફોન કરનાર નેહા શર્માએ તેમના ક્રેડીટ કાર્ડની ડીટેલ લઇ લીધી હતી અને તેઓ ફોન પર વાત કરી રહ્યા હતા, ત્યાં એક ઓટીપી મોકલ્યો હતો અને ફોન ચાલુ જ હતો, ત્યાં તેમના બેન્ક ખાતામાંથી 78,220 રૂપિયાનું ટ્રાન્જેકશન દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બીલમાં થઇ ગયું હતું.

સમગ્ર મામલે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

આ અંગે વિષ્ણુકુમારે નેહા શર્મા નામની મહિલાને વાત કરી હતી. જેમાં નેહા શર્માએ જણાવ્યું હતું કે, હજુ એક ઓટીપી આવશે અને ક્રેડીટ કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ છે. જો કે, વિષ્ણુ કુમારે તે સમયે ફોન કટ કરી દીધો હતો અને સમગ્ર મામલે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃSTFએ એક કા ડબલ કૌભાંડનો કર્યો પર્દાફાશ, 250 કરોડ રૂપિયાની સાઈબર છેતરપિંડી પકડાઈ

પોલીસે અગાઉ આવી જ ગેંગને ઝડપી પાડી હતી

ઉલ્લેખનીય છે કે, RDBL બેન્કમાંથી વાત કરતા હોવાનું કહી ક્રેડીટ કાર્ડની વિગત મેળવી વીજ બીલ ભરતી ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી હતી. આ મામલે પોલીસે હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ શરુ કરી છે. પરંતુ સુરતમાં હજુ પણ આ પ્રકારે ઓનલાઈન ફ્રોડનો શિકાર લોકો બની રહ્યા છે. ત્યારે લોકોને પણ આવા ભેજાબાજોથી સાવધાન રહેવાની તાતી જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details