ગુજરાત

gujarat

ETV Bharat / city

Fraud Case In Surat: સુરતમાં હીરા પેઢીના ભાગીદારોએ કારીગરો સાથે મળી કરી કરોડની છેતરપીંડી, 4ની અટકાયત - હીરા પેઢીના ભાગીદારોએ કરી છેતરપીંડી

સુરત શહેરના વરાછાના (Fraud Case In Surat) કિરણ બિલ્ડિંગમાં જી એન બ્રધર્સ હીરાની પેઢીમાં 2 ભાગીદારોએ, 2 કર્મચારી અને 2 હીરાદલાલ સાથે મળી રફહીરાનો માલ (G. N. Brothers Diamond firm) બદલી નાખી કુલ 4.03 કરોડની છેતરપિંડીમાં પોલીસમાં ફરિયાદ (Police Station Varachha) નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસ દ્વારા 6 સામે ગુનો નોંધવામાં આવ્યો (Diamond firm partners commit fraud) હતો તથા 4 લોકોની અટકાયત (Detention of 4 people) કરવામાં આવી છે.

Fraud Case In Surat: સુરતમાં હીરા પેઢીના ભાગીદારોએ કારીગરો સાથે મળી કરી કરોડની છેતરપીંડી, 4ની અટકાયત
Fraud Case In Surat: સુરતમાં હીરા પેઢીના ભાગીદારોએ કારીગરો સાથે મળી કરી કરોડની છેતરપીંડી, 4ની અટકાયત

By

Published : Dec 20, 2021, 12:17 PM IST

સુરત:સુરત શહેરના વરાછા વિસ્તારમાં (Fraud Case In Surat) આવેલ કિરણ બિલ્ડિંગમાં જી એન બ્રધર્સ (G. N. Brothers Diamond firm) હીરાની પેઢીમાં 2 ભાગીદારોએ, 2 કર્મચારી અને 2 હીરાદલાલ સાથે મળી રફહીરાનો માલ બદલી નાખી કુલ 4.03 કરોડની છેતરપિંડીમાં (Diamond firm partners commit fraud) વરાછા પોલીસ સ્ટેશનમાં ( Police Station Varachha) ભાગીદાર ઈશ્વરભાઈ ખૂટે ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે ફરિયાદના આધારે 6 સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં વરાછા પોલીસ દ્વારા ભાગીદાર વિજય ડી ધીરુ, જીગ્નેશ કાકડીયા અને ગૌતમ કાછડીયા, પ્રકાશ સોજીત્રા જેઓ હીરા દલાલ છે,તેમની ધરપકડ કરવામાં આવી હતી. બાકીના 2 કર્મચારીઓની પોલીસે શોધખોળ (Police conducted search of employees) હાથ ધરી છે.

Fraud Case In Surat: સુરતમાં હીરા પેઢીના ભાગીદારોએ કારીગરો સાથે મળી કરી કરોડની છેતરપીંડી, 4ની અટકાયત

10 ભાગીદારો સાથે મળી હીરાની પેઢી ચલાવતા

હીરાની પેઢીમાં ઈશ્વર ભાઈ ખુટ સહિત 11 ભાગીદારો છે. ફક્ત કિરણ જેમ્સમાંથી રફ હીરા લાવી પ્રોસેસની કામગીરી કરી હીરા પરત જમા કરતા હતા. ભાંડો ફૂટી જતાં ભાગીદારો અને કર્મચારીઓની પૂછતાછ કરવામાં આવી હતી, જેમાં વિજય ધીરુએ 21 એપ્રિલથી 31મી ઓકટોબર સુધીમાં હિસાબ પ્રમાણે 1.30 કરોડનું ચીટીંગ કર્યું હતું, જ્યારે બીજા ભાગીદાર જીગ્નેશે આ સમય દરમ્યાન 40.35 લાખનું ચીટિંગ કર્યુ હતું, તે ઉપરાંત કંપનીમાં કામ કરતા ગૌતમ કાછડીયાએ 56.47 લાખનું ચીટિંગ કર્યુ હતું, તેમજ પ્રકાશ સોજીત્રાએ 1.75 કરોડનું ચીટીંગ કર્યું હતું. ઉંચી કિંમતે હીરાનો માલ ધીરુ બદરખીયા અને બીપીન તળાવીયાને વેચવા માટે આપતાં હતા.

2 કર્મચારીઓ સાથે મળી માલ બદલી નાખતા હતા

સુરતનાં વરાછામાં હીરા પેઢીના 2 ભાગીદારોએ કારીગરો સાથે મળી 4.03 કરોડની છેતરપીંડી મામલે 21 એપ્રિલથી અત્યાર સુધીમાં બન્ને ભાગીદારોઓએ, 2 કર્મચારીઓ સાથે મળીને રફ હીરાનો ઊંચી કક્ષાનો માલ બદલી નાખી તેને બદલે હલકી કક્ષાના માલની પ્રોસેસની કામગીરી કરી પરત કરી દેતા હતા, જે માલ જમા કરાવતા હતા તેમાં ફેરફાર આવતા અન્ય ભાગીદારો ઉપર શંકા ગઇ હતી.આથી ભાગીદાર અને તેના 2 કર્મચારી ઉપર વોચ રાખી હતી, જેમાં દિવાળીના સમયે રફ હીરાના માલમાં ફેરફાર આવતા 2 ભાગીદારો અને 2 કર્મચારીઓનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ તો વરાછા પોલીસ દ્વારા અન્ય 2 કર્મચારીઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો:

અમેરિકન ડોલર અને સોનાના બિસ્કીટ બતાવી છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઈ

સુરતમાં ફ્રેન્ડશીપના બહાને છેતરપીંડી કરતા ભાઈ-બહેનની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details