- ભાજપન નેતા અને પૂર્વ આવકવેરા વિભાગના અધિકારી પીવી વિરુદ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો કેસ
- આવકવેરા વિભાગે કર્યો કેસ
- આર્થિક લાભ મેળવવા માટે અખબાર પ્લેઝર બુકમાં ખોટી એન્ટ્રીઓ
સુરતઃ આવકવેરા વિભાગ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા અને પૂર્વ આવકવેરા વિભાગના અધિકારી પીવી શર્મા સહિત 2 લોકો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે આવકવેરા વિભાગના સુરતના ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટ-1ના ડૉ.પેમૈયા કેડીએ જણાવ્યું હતું કે, તમામે આર્થિક લાભ મેળવવા માટે અખબાર પ્લેઝર બુકમાં ખોટી એન્ટ્રીઓ બતાવી હતી. જ્યારે ફરિયાદી અધિકારીએ જણાવ્યું હતું કે, પીવી શર્મા અને સીતારામ આડુંકિયાએ એક બીજાના મદદથી ષડયંત્ર રચી ઉધના દરવાજા ખાતે આવેલા સવેરા કોમ્પલેક્ષમાં મેજર્સ સંકેત મીડિયા પ્રાઇવેટ લિમિટેડ શરૂ કરી હતી. આ કંપની વર્ષ 2008થી 21 ઓક્ટોબર 2020 સુધી ચલાવવામાં આવી હતી.
રો-મટીરિયલ ખરીદી કરવાની બોગસ એન્ટ્રી
આ વર્ષો દરમિયાન મીડિયા કંપનીઓ સત્યમ ટાઈમ્સ નામના ગુજરાતી અને અંગ્રેજી દૈનિક અખબાર ચલાવી રહી હતી અને રો-મટીરિયલ ઓછી માત્રામાં ખરીદતી હતી, પરંતુ આર્થિક લાભ મેળવવા માટે મહેશ ટ્રેડિંગ એન્ડ કંપની અન્ય બોગસ કંપનીઓના પાસેથી રો-મટીરિયલ ખરીદી કરવાની બોગસ એન્ટ્રી પોતાના કંપનીના પ્લેઝર બુકમાં દર્શાવ્યું હતું. આ માટે તમામ આરોપીઓએ ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા અને લાભ મેળવી રહ્યા હતા.
2.67 કરોડ રૂપિયા એડવર્ટાઈઝમેન્ટના નામે લીધા
સત્યમ ટાઇમ્સ દૈનિક પેપર સર્ક્યુલેશન ઓછું હોવા છતાં પણ ડાયરેક્ટરેટ ઓફ એડવર્ટાઈઝમેન્ટ એન્ડ વિઝ્યુઅલ પબ્લિસિટી તથા અન્ય ગવર્મેન્ટ એજન્સીઓ પાસેથી 70 લાખ રૂપિયા અને તે ઉપરાંત પ્રાઇવેટ એડવર્ટાઈઝીંગ કંપનીઓ પાસેથી 2.67 કરોડ રૂપિયા એડવર્ટાઈઝમેન્ટના નામે લીધા છે. આ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે, આશરે ચારથી પાંચ મહિના પહેલા ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટ-1ના ઈન્ચાર્જ ગૌરવ અવસ્થી પાસેથી જાણકારી મળી હતી કે, પિપલોદ ફોરસીઝન ફ્લેટ નંબર 401માં રહેનારા પીવી શર્મા પાસે આ એક કરતાં વધારે સંપત્તિ છે અને તેમણે ટેક્સ ચોરી કરી છે.
સર્ચ ઓપરેશન માટે કુલ 12 ટીમ બનાવવામાં આવી