ગુજરાત

gujarat

ETV Bharat / city

છેતરપિડી કેસના આરોપીએ પોલીસને પણ છેતર્યા - fraud case complaint

ગાંધીનગર ક્રાઇમ સાયબર સેલના કબજામાંથી નાસી ગયેલા આરોપીને સુરત પોલીસે ધરપકડ કરી છે. કોન્સ્ટેબલ ગાફેલમાં રહેતા આરોપી હથકડી સાથે ફરાર થઈ ગયો હતો. ત્યારે કેવી રીતે પકડ્યો જૂઓ. Surat fraud case, Escape with Handcup ring fraud case complaint

છેતરપિડી કેસના આરોપીએ પોલીસને પણ છેતર્યા
છેતરપિડી કેસના આરોપીએ પોલીસને પણ છેતર્યા

By

Published : Aug 24, 2022, 1:15 PM IST

Updated : Aug 24, 2022, 1:33 PM IST

સુરતગાંધીનગર CID ક્રાઇમ સાયબર સેલના કબજામાંથી હથકડી સાથે (Surat fraud case) નાસી ગયેલા આરોપી ચેતન માંગરોળીયાને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે. આરોપી ચેતન પર બનાવટી આધારકાર્ડને આધારે 11 સીમકાર્ડ મેળવવાના ચર્ચાની પ્રકરણમાં (Escape with Handcup) મહારાષ્ટ્રની પુણે પોલીસે ઝડપી પાડ્યા હતા. જે ગાંધીનગર CID ક્રાઇમ સાયબર સેલે કબજો મેળવ્યો હતો.

હથકડી સાથે નાસી ગયેલા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

આ પણ વાંચોEdible Oil Scam in Patan : પાટણમાં ખાદ્યતેલ સાથે છેડછાડ કરતા એન્ટરપ્રાઇઝના CID એ પાડ્યા શટર

શું હતી ઘટના આરોપી ચેતન વર્ષ 2014માં ભૂખ્યાત ઠગ અશ્વિન લાંગડીયા સાથે મળી 999 સ્ટેમ્પ પેપર ચોરી કરી છેતરપિંડી ગુનામાં સ્ટેમ્પ પેપરને આધારે મકાનના દસ્તાવેજો બનાવવા તથા છેતરપિંડી કરવાના છ ગુનામાં ગુજરાત પોલીસએ વોન્ટેડ જાહેર કર્યું હતું. આરોપી ચેતન મૂળ જૂનાગઢનો રહેવાસી છે અને વર્ષ 2017થી સુરત પોલીસ માટે ચાર ગુના અને રાજકોટ પોલીસમાં નોંધાયેલા બે ગુનામાં વોન્ટેડ છે. CID ક્રાઈમને માહિતી મળી હતી કે, આરોપી ચેતન મહારાષ્ટ્રના પુણે નાંદેડમાં રહે છે. આ માહિતી તેઓએ પુણેની હવેલી પોલીસ મથકને આપી હતી. હવેલી પોલીસ કર્મચારીઓએ ચેતનની ધરપકડ કરી 20મી એ ગાંધીનગર CID ક્રાઇમ સાયબર સેલને સોંપ્યો હતો.

આ પણ વાંચોપ્રેમિકા સાથે મોજશોખ કરવા આંગડિયા પેઢીમાં કર્મચારીએ કરી આ રીતે લાખોની છેતરપીંડી

હથકડી સાથે ફરારજ્યારે બીજા દિવસે એટલે તારીખ 21ના રોજ ગાંધીનગર CID ક્રાઇમ સેલમાં તેને લવાયો હતો અને હેલ્પલાઇન ડેક્સ સાથે હાથકડી બાંધી એક કોન્સ્ટેબલનો જાપ્તો પણ મૂકવામાં આવ્યો હતો. પરંતુ કોન્સ્ટેબલ ગાફેલમાં રહેતા મળસ્કે પોણા ચાર વાગે આરોપી ચેતન હથકડી સાથે ફરાર થઈ ગયો હતો. આરોપી ભાગી જતા રાજ્યભરમાં જાહેર કરવામાં આવ્યું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચેતનને કતારગામ વિસ્તાર આવ્યો હોવાની બાતમીના આધારે દબોચી લીધો હતો. Surat fraud case, Crime rate in Gujarat, escape handcuffs trick, handcuff escape ring, fraud case accused, fraud case complaint

Last Updated : Aug 24, 2022, 1:33 PM IST

ABOUT THE AUTHOR

...view details