સુરતઃસુરત સિટીમાં તૈયાર થઈ રહેલા બાયોડાયવર્સિટી (Biodiversity Park Surat) પાર્કને તૈયાર કરવા માટે યુરોપીયન યુનિયન અને ફ્રાંસની બે સંસ્થાઓએ રસ (Biodiversity park development) દાખવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટની (France And EU Agencies) ચર્ચા પેરીસ સુધી થવાની છે. આ બન્ને સંસ્થાઓ રૂપિયા 80 કરોડના ખર્ચે સમગ્ર પાર્ક તૈયાર કરશે. આ માટે પેરીસમાં યોજનારા પ્રોજેક્ટની સ્ટડી ટુરમાં સ્માર્ટ સીટીના સીઈઓ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કમિટી અધ્યક્ષ હાજરી આપશે.
આ પણ વાંચોઃસુરતમાં સરકારી કહેવાતી સ્કૂલોમાં કઈ કઈ સુવિધાઓ છે કે જે ખાનગી સ્કૂલમાં નથી
શું કહે છે અધિકારીઃસુરત કોર્પોરેશનની સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે,પર્યાવરણ અને સામાજીક સુરક્ષા, પ્રોજેકટ વિકાસ અને વ્યવસ્થાપન માટે આ પ્રોજેકટ ની શરુઆત કરાઈ છે. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ અર્બન અફેર્સ સીટીઝ પી.એમ.યુ-પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ દ્વારા પેરીસમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 4થી 8જુલાઈ દરમિયાન ફ્રાન્સમાં વર્કશોપ યોજાશે.
આર્થિક મદદ અપાઈઃઆ પ્રોજેકટ કેન્દ્ર સરકાર તરફથી ધી મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA), ફ્રાન્સ ડેવલોપમેન્ટ એજન્સી France Development Agency (AFD) અને યુરોપિયન યુનિયન (EU) ના સંયુકત સપોર્ટથી જુલાઈ-2018 માં શરૂ કરાયેલા એક ચેલેન્જ પ્રક્રિયા થકી 100 સ્માર્ટ સિટીમાંથી 15 સ્માર્ટ સિટી પ્રોજેકટસને ફંડ આપવાના પ્રોગ્રામના મુખ્ય ઘટક એવા City Investment to Innovate, Integrate and Sustain (CITIIS) ચેલેન્જ યોજના હેઠળ પ્રોજેકટ સીલેકટ થયો છે. CITIIS ચેલેન્જ યોજના હેઠળ સીલેકટ થયેલા સ્માર્ટ સિટી SPVઓને ત્રણ વર્ષ માટે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નિષ્ણાંતો ધ્વારા મેન્ટરશિપના રૂપમાં તકનીકી સહાય અને ફંડના રૂપમાં આર્થિક સહાય આપવામાં આવી રહી છે.