સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા સુખાભાઈ ઉર્ફે પ્રકાશભાઈ રાઠોડ દ્વારા ચાર વર્ષીય માસૂમ બાળકી જોડે શારીરિક અડપલા ગુજારવામાં આવ્યા છે. માસૂમ બાળકીને પોતાના રૂમમાં બોલાવી એકલતાનો લાભ ઉઠાવી શારીરિક અડપલા કર્યા હતા. બાળકી રડતા રડતા માતા પાસે પહોંચી હતી, જે જોઈ માતા ચોંકી ઉઠી હતી અને બાળકીને પૂછતાં સગર હકીકત સામે આવી હતી. બાળકીની માતાએ પોલીસ ફરિયાદ કરતા સુખા ઉર્ફે પ્રકાશ રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી.
ચાર વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કરતો નરાધમ ઝડપાયો - પોલીસ ફરિયાદ
સુરત: જહાંગીરપુરા વિસ્તારમાં ચાર વર્ષીય માસુમ બાળકી સાથે નરાધમ દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાળકીએ આ ઘટનાની જાણ માતાને કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને ત્યારબાદ માતાની ફરિયાદને આધારે પોલીસે નરાધમની ધરપકડ કરી હતી. પોલીસે બાળકીનું સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ પ્રશિક્ષણ કરાવી આગળની તપાસ શરૂ કરી હતી.
surat
બાળકી સાથે અન્ય કંઈ અજુગતું બન્યું છે કે કેમ તે અંગે બાળકીનો સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યો છે. હાલ આરોપીની ધરપકડ કરી જહાંગીરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.