ગુજરાત

gujarat

ETV Bharat / city

ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કાળાબજાર પ્રકરણમાં અમદાવાદના 4 આરોપીની ધરપકડ - Food And Drugs Department

ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કાળાબજાર પ્રકરણમાં અમદાવાદના ચાર આરોપીઓની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારીની પણ ધરપકડ કરાઈ છે. બે માસ અગાઉ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કાળાબજાર પ્રકરણમાં અમદાવાદના ચાર આરોપીઓની ધરપકડ
ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કાળાબજાર પ્રકરણમાં અમદાવાદના ચાર આરોપીઓની ધરપકડ

By

Published : Sep 9, 2020, 2:42 PM IST

સુરત: બે માસ અગાઉ વેસુ સ્થિત સાર્થક ફાર્મામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે છાપો માર્યો હતો. 40 હજારની પ્રિન્ટ સામે 57 હજાર રૂપિયા ઇન્જેક્શનના વસૂલાયા હતાં. ડમી ગ્રાહક બની ઇન્જેક્શનના કાળા બજારનો પર્દાફાશ કર્યો હતો. કૌભાંડમાં ઉમા કેજરીવાલની આકરી પૂછપરછ કરાઈ હતી.

ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કાળાબજાર પ્રકરણમાં અમદાવાદના ચાર આરોપીઓની ધરપકડ

શાંતિ મેડિસિનના માલિક મિતુલ શાહની અગાઉ ધરપકડ કરાઈ હતી. મિતુલે અમદાવાદના કે.બી.વી.ફાર્માના અમિત મંછારામાની પાસેથી 45 હજારમાં ઇન્જેક્શન ખરીદ્યા હતાં. જ્યાં ઇન્જેક્શનના રૂપિયા અમદાવાદ સિવિલમાં ફરજ બજાવતાં ઘનશ્યામ વ્યાસના એકાઉન્ટ જમા કરાવ્યાં હતાં.

ઇન્જેક્શન કૌભાંડમાં આ સિવાય શામેલ ઘનશ્યામ, સુરતની મેડિકલના વચેટિયા અભિષેક ઉપરાંત અમદાવાદ ધ્રુવી ડિસ્ટ્રીબ્યૂટરના ભાવેશ સોલંકી સાથે સંપર્કમાં રહેલા મુંબઈના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. સમગ્ર કૌભાંડમાં ઉમરા પોલીસે અમિત મંછારામાની, ઘનશ્યામ વ્યાસ, ભાવેશ સોલંકી અને અભિષેક રમેશ ટિકમાની નામના શખ્સોની ધરપકડ કરી છે.

ABOUT THE AUTHOR

...view details