ગુજરાત

gujarat

ETV Bharat / city

EDએ ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ અને આઇટીના પૂર્વ અધિકારી પીવીએસ શર્માની રૂપિયા 2.70 કરોડની સંપત્તિ એટેચ કરી - ભાજપ

ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ અને આઇટીના પૂર્વ અધિકારી પીવીએસ શર્માની રૂપિયા 2.70 કરોડની સંપત્તિ ઈડીએ એટેચ કરી છે. શર્મા સામે અગાઉ આવકવેરા વિભાગે કાર્યવાહી કરી હતી. જેમાં અનેક પ્રકારની ગડબડ મળી આવી હતી. આઇટીની તપાસના અધારે ઇડીએ તપાસ શરૂ કરી હતી.

EDએ ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ અને આઇટીના પૂર્વ અધિકારી પીવીએસ શર્માની રૂપિયા 2.70 કરોડની સંપત્તિ એટેચ કરી
EDએ ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ અને આઇટીના પૂર્વ અધિકારી પીવીએસ શર્માની રૂપિયા 2.70 કરોડની સંપત્તિ એટેચ કરી

By

Published : Jan 4, 2021, 8:09 PM IST

  • આઇટીના પૂર્વ અધિકારી પીવીએસ શર્માની સંપત્તિ ઈડીએ એટેચ કરી
  • શર્મા સામે અગાઉ આવકવેરા વિભાગે કાર્યવાહી કરી હતી
  • આઇટીની તપાસના અધારે ઇડીએ તપાસ શરૂ કરી હતી

સુરત: ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ)એ ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ અને આઇટીના પૂર્વ અધિકારી પીવીએસ શર્માની રૂપિયા 2.70 કરોડની સંપત્તિ એટેચ કરી છે. શર્મા સામે અગાઉ આવકવેરા વિભાગે કાર્યવાહી કરી હતી. જેમાં અનેક પ્રકારની ગડબડ મળી આવી હતી. આઇટીની તપાસના અધારે ઇડીએ તપાસ શરૂ કરી હતી. હાલ એટેચ કરાયેલી સંપત્તિમાં સાત દુુકાનો અને ચાર પ્લોટનો સમાવેશ થાય છે. જો કે, એટેચ કરાયેલી સ્થાવર અને જંગમ મિલકતની બજાર વેલ્યુ રૂપિયા આઠ કરોડની છે.

EDએ કરેલ ટ્વિટ

કેસ શું હતો, ઇડીની પીએમએલએ હેઠળ કાર્યવાહી

સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે પીવીએસ શર્માએ ઘોડદોડ રોડના એક જ્વેલર્સની નોટબંધી સમયની કેટલીક બાબતો સોશિયલ મિડિયા પર મૂકી હતી. ઉપરાંત આઇટીના સમન્સ અંગે પણ યોગ્ય જવાબ આપ્યો નહતો. આથી પહેલા આઇટીએ દરોડા પાડયા હતા.

  • શું-શું એટેચ કરવામાં આવ્યું
  1. 24 લાખની ફિક્સ ડિપોઝિટ
  2. સવેરા કોમ્પલેક્સની દુકાન
  3. નોવો કોમ્પલેક્સ ખાતેના બે ફ્લેટ
  4. પલસાણામાં આવેલો એક પ્લોટ, ઘર
  5. વેસ્ટર્ન બિઝને પાર્કની એક ઓફિસ
  6. કરૂણસાગર ખાતેના બે પ્લોટ

ABOUT THE AUTHOR

...view details