- પાલિકા દ્વારા 2015ના EVMનું ટેસ્ટિંગ કરી સીલ મારવામાં આવ્યા
- EVMનું ચેકીંગ કરીને સીલ મારવામાં આવ્યું
- કોંગ્રેસમાંથી ઉમેદવારના નામ જાહેર થાવનું શરૂ
સુરતઃ મહાનગરપાલિકા ચૂંટણીમાં મુખ્ય બે પક્ષોના ઉમેદવાર નક્કી કરવાના બાકી છે, ત્યારે ઉમેદવારી પત્ર ભરવા માટેની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી છે, ત્યારે ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા ત્રણ ટર્મથી વધુ વાર જે લોકોને ટિકિટ આપવામાં આવી છે એ લોકોના હવે ટિકિટ આપવામાં આવશે નહીં. આ વાતમાં સુરતના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ પણ આવ્યા છે. આ વાતની જાણ થતા જ ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ દ્વારા અડાજણમાં દુકાન ભાડે રાખી કાર્યલય ચાલુ કર્યું છે. તેમને વિશ્વાસ છે કે, તેઓ વિરોધી પાર્ટીમાંથી નહિ પણ ભાજપમાંથી લડવા જઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાની જાહેરાતના ત્રીજા દિવસે બુધવારના રોજ બે વોર્ડમાં ઉમેદવારી નોંધાવવાના છે અને વધુમાં 368 ઉમેદવારી પત્રક વેચાય છે. AAP પોતાની ઉમેદવારી બેઠકો જાહેર કરી દીધા છે અને તેઓ દ્વારા જાહેર પ્રચાર માટેના નાના-મોટા કાર્યક્રમમોં ચાલુ કર્યા છે. કોંગ્રેસમાં 9 રિપીટને ટિકિટ આપી ગણતરીની સીટો જ હજી જાહેર કરવામાં આવી નથી પરંતુ ત્રણ દિવસ બાકી હોય ત્યારે શનિવારના રોજ ભારે ભીડ થાય તમે લાગી રહ્યું છે.
પાલિકા દ્વારા 2015ના EVMનું ટેસ્ટિંગ કરી સીલ મારવામાં આવ્યા
EVMનું અઠવાડિયાથી ચેકીંગ કરીને સીલ મારવામાં આવી રહ્યું છે. અત્યારે સુધીમાં 4400 EVMનું ચેકીંગ ચાલતું અને છેલ્લા બે દિવસોમાં આ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ EVM મશીનની જવાબદારી પાલિકાને સોંપવામાં આવી છે. આ પેહલા 2015માં આ EVM મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને હવે ફરીથી આ મશીનનો ઉપયોગ લેવામાં આવશે.