- વર્ષ 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવે સુરતની મુલાકાત લીધી
- ક્રિકેટ જેન્ટલમેનની રમત છે, કોઈ બીજી ટીમ આપણાથી સારું રમીને જીતે તો પ્રશંસા થવી જોઇએ : કપિલ દેવ
- કપિલ દેવે કહ્યું હતું કે, એક મેચના પરફોર્મન્સ પર કોઈ પણ ટીમની ટીકા કે નિંદા ન થવી જોઈએ
સુરતઃ વર્ષ 1983માં ભારતને પહેલી વખત ક્રિકેટમાં વર્લ્ડ કપ અપાવનારા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ સુરતની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે, ક્રિકેટ એ જેન્ટલમેનની રમત છે. તેમાં નિંદા, અપશબ્દો કે હિંસાને કોઈ સ્થાન જ નથી. ટી20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમને મળેલા પરાજય અંગે કપિલ દેવે જણાવ્યું હતું કે, એક મેચના પરફોર્મન્સ પર કોઈ પણ ટીમની ટીકા કે નિંદા ન થવી જોઈએ. કોઈ બીજી ટીમ આપણાથી સારું રમીને જીતે તો પ્રશંસા થવી જોઈએ. જે ટીમ 30 વર્ષ સારું રમીને જીતી છે. તેની નોંધ પણ લેવી જોઈએ. તે મેચને એ રીતે લેવી જોઈએ કે એક ટીમ આટલા વર્ષો સારું રમી આપણને અનેક મેચો જીતાડી તેમના દ્વારા એક મેચ હારવાથી ભારતની ટીમ નબળી પડી હોય તેવું હું માનતો નથી.
આ પણ વાંચોઃક્રિકેટર કપિલ દેવે પત્ની સાથે નાથદ્વારાના દર્શન કરી ધન્યતા અનુભવી
ક્રિકેટ અનિશ્ચિતાઓની રમત છેઃ કપિલ દેવ