ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત કોંગ્રેસમાં ગાબડું, પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ કાછડીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા

સુરત ચૂંટણી પૂર્ણ થતા જ કોંગ્રેસમાં ગાબડું પડવા લાગે છે. સુરત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા અને હાલ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવાર કે જેઓ ચૂંટણી હારી ચૂકેલા છે, એવા દિનેશભાઈ કાછડીયા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસથી તેઓને કોઇ પણ પ્રકારની સમસ્યા નથી, પરંતુ લોકોના કામ કરવા માટે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે.

પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ કાછડીયાનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું, આમ આદમી પાર્ટીમાં જોડાયા
પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ કાછડીયાનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું, આમ આદમી પાર્ટીમાં જોડાયા

By

Published : Mar 1, 2021, 8:55 PM IST

  • કોંગ્રેસના નેતાઓના વલણના કારણે કાર્યકર્તાઓમાં રોષ
  • દિનેશભાઈ કાછડીયાનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું
  • આપની જીતને લઇને પાર્ટીમાં જોડાયાની ચર્ચા
    લોકોના કામ કરવા માટે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

સુરતઃ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓના વલણના કારણે અનેક કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી આપ પાર્ટીમાં જોડાયા છે. દિનેશ કાછડીયાને કોંગ્રેસે ઉમેદવારી આપી હતી, પરંતુ તેઓ પોતાના વિસ્તારમાં હારી ગયાં હતાં અને ત્યાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટાઈને આવ્યાં હતાં.

પાટીદાર આંદોલનના કારણે જીતી પણ ગયાં હતાં

રાજીનામું આપ્યા બાદ દિનેશ કાછડીયાએ જણાવ્યું હતું કે તેઓ પાર્ટીથી નારાજ નથી અને કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. પરંતુ પ્રજાલક્ષી કાર્યો કરવા માટે તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઇ રહ્યાં છે અને પોતાના વિસ્તારમાં તેઓ લોકોનું કામ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે 2015માં કોંગ્રેસે દિનેશ કાછડીયાને કોર્પોરેશનની ટિકિટ આપી હતી. જ્યાં તેઓએ પાટીદાર આંદોલનના કારણે જીતી પણ ગયાં હતાં .ત્યારબાદ તેમને વિધાનસભાની પણ ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેઓ તેમાં પરાજિત થયાં હતાં. આ વર્ષે પણ 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે તેમને ટિકિટ આપી હતી પરંતુ આ વખતે તેઓ ચૂંટણી હારી ગયાં છે.

ABOUT THE AUTHOR

...view details