- સુરત શહેર ભાજપે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની (BJP state president C. R. Patil) આગેવાનીમાં યોજ્યો રોડ શૉ
- ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું
- વડાપ્રધાન મોદી માટે જે લોકોની લાગણી છે, જે મતમાં પરિવર્તિત થાય છે: પાટીલ
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) રાજકીય જીવનમાં 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે હાલમાં જ ભાજપે ગાંધીનગર અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેવામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની આગેવાનીમાં સુરતમાં રોડ શૉ યોજાયો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ કાર્યકર્તાઓની નાની મોટી ભૂલ લોકો ભૂલીને માત્ર નરેન્દ્ર મોદીના નામે મત આપે છે.
સુરત શહેર ભાજપે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની આગેવાનીમાં યોજ્યો રોડ શૉ આ પણ વાંચો-ખોડલધામ ખાતે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની રજતતુલા કરવામાં આવી
રોડ શૉનું ઠેરઠેર ભવ્ય સ્વાગત કરાયું
સુરતનો સરથાણા વિસ્તાર આમ તો પાટીદારનો મતવિસ્તાર અને આમ આદમી પાર્ટીનો ગઢ ગણાય છે, જ્યાં ભાજપે રોડ શૉ યોજ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય પ્રવાસને 20 વર્ષ પૂર્ણ થયા છે. સરથાણા વિસ્તારથી શરૂ થયેલા આ રોડ શૉમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. તો ઠેરઠેર તેમનું કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. સુરત રેલવે સ્ટેશન ખાતે એક મોટું આઉટલેટ તેમની તસવીર સાથે મૂકવામાં આવ્યું હતું. એટલું જ નહીં ભાગળ ચાર રસ્તા ખાતે ક્રેનથી આતશબાજી કરી તેમનું સ્વાગત કરાયું હતું.
વડાપ્રધાન મોદી માટે જે લોકોની લાગણી છે, જે મતમાં પરિવર્તિત થાય છે: પાટીલ આ પણ વાંચો-વડોદરામાં ભાજપની જન આશીર્વાદ યાત્રા,કેન્દ્રીય પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યાં
ગુજરાતના લોકોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પ્રેમ પ્રદર્શિત થાય છે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે (BJP state president C. R. Patil) જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં ચૂંટણીમાં જે પરિણામ આવ્યું છે અને લોકોએ ભાજપ પર જે વિશ્વાસ મૂક્યો છે. તેમાં ગુજરાતના લોકોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પ્રેમ પ્રદર્શિત થાય છે. વડાપ્રધાન માટે જે લોકોની લાગણી છે. તે મતમાં પરિવર્તિત થાય છે. મતદાર ભાઈઓ-બહેનો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી નાનીમોટી ભૂલ પણ ભૂલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઇને મતદાન કરતા હોય છે. ભાજપના કાર્યકર્તાઓ હળીમળીને કાર્ય કરતા હોય છે. કાર્યકર્તાઓ ખભેથી ખભા મેળવીને કામ કરે છે.