સુરત:માંડવી તાલુકાના સરકુઈ ગામેથી વનવિભાગની ટીમે (Forest Department) બાતમીના આધારે ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી (forest Department picked up tempo) લીધો હતો. વનવિભાગની ટીમ ગાડીનો પીછો કરી રહી છે ની જાણ ચાલકને થતા તે ટેમ્પો મૂકી ફરાર થઇ ગયો હતો.
ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર
સુરત જિલ્લા વન અધિકારી પુનિત નૈયાર નાઓને મળેલી ખાનગી બાતમીના આધારે માંડવી વન વિભાગની ટીમ અલગ અલગ વોચમાં હતી, તે દરમિયાન બાતમી પિકઅપ બોલેરો ટેમ્પો પસાર થઇ હતી. વનવિભાગની ટીમને બોલેરો પિકઅપ નજરે ચડતા તેનો પીછો કર્યો હતો. વન વિભાગની ટીમ ટેમ્પાનો પીછો કરી રહ્યા છે ની ગંધ ટેમ્પો ચાલકને આવી જતા ચાલક માંડવીના સરકુઈ ગામ પાસે ટેમ્પો મૂકી ભાગી ગયો હતો. માંડવી વન વિભાગની ટીમે ટેમ્પો ચેક કરતા ટેમ્પામાંથી ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.
ટેમ્પોમાંથી ખેર ગંડેરીના 32 નંગ લાકડા મળી આવ્યા