ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતની સરકારી શાળામાં વિદ્યાર્થિનીઓને સ્વબચાવ માટે અપાઇ રહી છે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ - સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ

સુરત: એક તરફ દેશભરમાં દુષ્કર્મની ઘટનાઓના સમાચાર સાંભળી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની સરકારી શાળા આશાનું નવું કિરણ લઈને આવી રહી છે. સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓ સ્વબચાવ માટે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઇ રહીં છે. ધોરણ 6થી 8ની વિદ્યાર્થિનીઓ વિકટ સમયમાં પોતાનો સ્વબચાવ કેવી રીતે કરી શકે તે માટે તેમને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

Self defense training for students for self-defense
સ્વબચાવ માટે વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ

By

Published : Dec 10, 2019, 12:04 PM IST

મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ સરકારી શાળાના પ્રાંગણમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઇ રહી છે. આ પ્રથમ વાર છે કે, સરકારી શાળામાં વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી હોય. ગત કેટલાક સમયથી થઇ રહેલી બાળકીઓ સાથે છેડછાડ અને દુષ્કર્મની ઘટનાઓને ધ્યાનમાં રાખી સરકારી શાળાની વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેથી કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ પોતાનો બચાવ કરી શકે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલની શાળાઓમાં ખાસ ટ્રેનર વિદ્યાર્થિનીઓને આ ટ્રેનિંગ આપી રહ્યા છે.

સુમન હાઈસ્કૂલની શાળા 7 અને 8ની વિદ્યાર્થિનીઓ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગમાં કેવી રીતે પોતાનો સ્વબચાવ કરવાનો છે તેની તાલીમ આપવામાં આવી રહી છે. બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચ શું હોય છે તેની સમજણ પણ આ ટ્રેનર દ્વારા આપવામાં આવી રહી છે. બાળકીઓને કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ પોતાની સાથે સ્વબચાવ માટે યુ પિન, સ્પ્રે વગેરે જેવી વસ્તુઓ પોતાની સાથે બેગમાં રાખે જેથી કરીને વિકટ પરિસ્થિતિમાં તે કામ આવી શકે.

સ્વબચાવ માટે વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ

સરકારે સર્વ શિક્ષા અભિયાન હેઠળ તમામ સરકારી શાળાઓમાં વિદ્યાર્થિનીઓને આ ટ્રેનિંગ આપવા માટે ફંડ જાહેર કર્યું છે. સરકારી શાળાઓમાં ચાલનારા ત્રણ મહિનાના કોર્સ માટે દરેક શાળાને સરકાર 9 હજારનો ખર્ચ પણ આપી રહી છે. ત્રણ મહિનાના આ કોર્સમાં વિદ્યાર્થિનીઓને સ્વબચાવની ટેક્નિક શીખવવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં દુષ્કર્મની ઘટનાઓને કારણે લોકોમાં ભારે રોષ છે, ત્યારે બાળકીઓને મજબૂત બનાવવાની પહેલ પ્રથમવાર સરકારી શાળાઓમાં કરવામાં આવી રહી છે. જેથી કરીને વિકટ પરિસ્થિતિમાં પોલીસ આવે એ પહેલા બાળકીઓ પોતાનું રક્ષણ કરી શકે.

ABOUT THE AUTHOR

...view details