- કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આજે સુરતની મુલાકાતે
- વેક્સિનેશનની પરવાનગી વિશે પ્રતિક્રિયા આપતા આપ્યું નિવેદન
- મંદબુદ્ધિઓને ક્યારે પણ દેશના વૈજ્ઞાનિકો પર ભરોસો નથી-ધર્મેન્દ્ર પ્રધાન
મંદબુદ્ધિઓને ક્યારેય પણ દેશના વૈજ્ઞાનિકો પર ભરોસો હોતો નથી: કેન્દ્રીય પ્રધાન ધર્મેદ્ર પ્રધાન - સુરત
કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આજે સુરતની મુલાકાત પર છે. સુરત મહાનગરપાલિકા દ્વારા માઈગ્રેટ સેલનું ઉદ્ઘાટન કર્યા પછી તેઓ હજીરા ખાતે એલએન્ડટી કંપનીના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. અગાઉ તેઓએ ભારત સરકાર દ્વારા બે કંપનીને આપવામાં આવેલા વેક્સિનેશનની પરવાનગી વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મંદબુદ્ધિઓને ક્યારે પણ દેશના વૈજ્ઞાનિકો પર ભરોસો નથી.
સુરતઃ કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આજે સુરતની મુલાકાત પર છે. સુરત મહાનગરપાલિકા દ્વારા માઈગ્રેટ સેલનું ઉદ્ઘાટન કર્યા પછી તેઓ હજીરા ખાતે એલએન્ડટી કંપનીના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. અગાઉ તેઓએ ભારત સરકાર દ્વારા બે કંપનીને આપવામાં આવેલા વેક્સિનેશનની પરવાનગી વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મંદબુદ્ધિઓને ક્યારે પણ દેશના વૈજ્ઞાનિકો પર ભરોસો નથી.
લોકોની મંદબુદ્ધિ છે તેઓને ભારતના વૈજ્ઞાનિક ઉપર ભરોસો નથી
કોવિડ વેક્સીનેશનને લઈ જે રાજકારણ શરૂ થયું છે. તેને લઈ તેઓએ જણાવ્યું હતું કે, જે લોકોની મંદબુદ્ધિ છે તેઓને ભારતના વૈજ્ઞાનિક ઉપર ભરોસો નથી. જેઓને ભારતીયોના સત્ય ઉપર ભરોસો નથી એવા તથ્યવિહીન વાતો કરવામાં આવી રહી છે. વેકસીન અમારા વૈજ્ઞાનિકો અને મેડિસિન બનાવનાર કંપનીઓની ઉપલબ્ધિ છે. દેશના નાગરિકો સ્વાગત કરી રહ્યા છે. વડાપ્રધાનની આ પહેલને લોકો સ્વીકારી રહ્યા છે. પરંતુ કેટલાક મંદબુદ્ધિ લોકો જે ક્યારેય પણ સુધરશે નહીં અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કે જેઓને તમામ વસ્તુઓમાં ખોટ નજર આવે છે એવા લોકોને ભગવાન સદબુદ્ધિ આપે.