સુરત: ખાનગી શાળાઓની ફી મુદ્દે ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ વાલીમંડલ દ્વારા 50 ટકા ફીની માગ કરવામાં આવી છે. ફી નક્કી કરવા અંગેનો નિર્ણય હાઇકોર્ટે રાજ્ય સરકાર પર છોડ્યો છે. જેને લઈને શનિવારે સુરતનું વાલીમંડલ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું.
સુરત વાલી મંડળ દ્વારા શનિવારે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં શહેરની ખાનગી શાળાઓ 50 ટકા ફી માફી જાહેર કરે તેવી રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ વાલીમંડળ દ્વારા 50 ટકા ફીની માગ કરવામાં આવી રજૂઆત કરવા આવેલા વાલીમંડળે ટ્રસ્ટ સંચાલિત 50 ટકા ફી માફીની જાહેરાત કરવાની માંગણી કરી છે. વર્ષ 2020-21 માટે તેમજ બંધ શાળા દરમિયાન 50 ટકા ફી માફીની માગ કરવામાં આવી છે.
સુરતની અનેક શાળાઓએ શિક્ષકોના પગારમાં 50 ટકા કાપ મૂક્યો છે, ત્યારે વાલીઓએ માર્ચ 2021 સુધી ફી ભરવાની છૂટ આપવા અંગે જણાવ્યું છે. આ સાથે જ વાલીઓએ ફી નહીં ભરાવા પર બાળકના પ્રવેશ, પરિણામ કે શૈક્ષણિક કાર્ય નહીં અટકાવવાની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રસ્ટ સંચાલિત શાળાઓ નફાખોરી ન કરી શકે તે માટે પોતાના ઓડિટ રિપોર્ટ શાળાની વેબસાઈટ, નોટિસબોર્ડ તેમજ વાલીઓ માગે ત્યારે જાહેર કરવાનો હોય છે. જેથી વાલીઓએ શાળાઓ દ્વારા એફઆરસીમાં જમા કરેલા દસ્તાવેજો જાહેર કરવાની રજૂઆત કરી છે. આ સાથે જ વાલીઓએ જણાવ્યું કે, હાઇકોર્ટના હુકમ બાદ હવે રાજ્ય સરકારે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ.