ગુજરાત

gujarat

ETV Bharat / city

પોલિસ્ટર યાર્નમાં 12% GST દરના સરકારના નિર્ણયનો વિરોધ, ફોગવાએ આપી આંદોલનની ચીમકી - ફોગવા

1-1-2022થી પોલિસ્ટર ચેઈન (Polyester chain)માં એક સમાન GSTનો 12 ટકાનો દર લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફોગવા (Federation of Gujarat Weavers Welfare Association)એ સરકારના આ નિર્ણયનો વિરોધ કરતા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

પોલિસ્ટર યાર્નમાં 12% GST દરના સરકારના નિર્ણયનો ફોગવાએ કર્યો વિરોધ
પોલિસ્ટર યાર્નમાં 12% GST દરના સરકારના નિર્ણયનો ફોગવાએ કર્યો વિરોધ

By

Published : Oct 4, 2021, 5:36 PM IST

  • પોલિસ્ટર ચેઈનમાં એક સમાન GSTનો 12 ટકાનો દર લાગુ કરવાનો વિરોધ
  • GST સ્લેબ નક્કી કરવું હોય તો અમારી સાથે ચર્ચા કરવામાં આવે: ફોગવા
  • કેન્દ્ર સરકાર પાસે જૂનો સ્લેબ યથાવત રાખવાની કરવામાં આવી માંગ

સુરત: પોલિસ્ટર યાર્ન (Polyester Yarn)માં 12 ટકા GST દર રાખવાના નિર્ણયનો ફોગવા (Federation of Gujarat Weavers Welfare Association) દ્વારા વિરોધ કરાયો છે અને જો એનો ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. તાજેતરમાં જ SGT કાઉન્સિલની બેઠકમાં 1-1-2022થી પોલિસ્ટર ચેઈનમાં એક સમાન GSTનો 12 ટકાનો દર લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી કાપડ ઉદ્યોગ (Textile industry)ને નુકસાન થવાની સંપૂર્ણ શક્યતાઓ ફોગવા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ ચાઇનાથી આવતા ફેબ્રિક્સ ઉપર પ્રતિબંધ મૂકવા પણ ફોગવા દ્વારા રજૂઆત કરાઇ છે.

GST સ્લેબ નક્કી કરવા માટે અમારી સાથે ચર્ચા કરે સરકાર: વિવર્સ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ

વિવર્સ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ અશોક જીરાવાળાએ શનિવારના જણાવ્યું હતું કે, "અત્યારે અમે છેલ્લા દોઢ વર્ષથી નુકસાન ભોગવી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર દ્વારા GSTનો સ્લેબ ચેન્જ કરવા આવ્યો છે. જૂનો સ્લેબ યથાવત રાખવામાં આવે. અમે 12 ટકા ભરીને યાર્ન ખરીદતા હોઈએ છીએ. 5 ટકામાં ફેબ્રિક્સ આપતા હોઈએ છીએ. અમને ઇનપુટ ક્રેડિટ નો બેનિફિટ્ મળે છે. જો બધા ઉપર 12 ટકા GST મુકવામાં આવશે તો વિવર્સોને ઘણું બધું સહન કરવાનો વારો આવશે. તે રીતે કોવિડના સમયે મશીનો અમે વેચવા લાગ્યા હતા તેવી જ પરિસ્થિતિ પેદા ન થાય એ માટે અમે કેન્દ્ર સરકારને ચેતવીએ છીએ. ખેતી પછી મોટી રોજગારી આપનાર ઉદ્યોગ ટેક્સટાઇલ છે. જો કોઈપણ GST સ્લેબ નક્કી કરવું હોય તો અમારી સાથે ચર્ચા કરવામાં આવે."

પોલિસ્ટર યાર્નમાં 12% GST દરના સરકારના નિર્ણયનો વિરોધ

ફેબ્રિક્સ આવતું બંધ થઈ જાય તો વીવર્સને મોટી રાહત થશે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, "યાર્ન ઉપર એન્ટી ડમ્પિંગ નાખવાની વાત હતી, જે સરકારે સ્થગિત કરી છે તેનો અમને આનંદ છે અમે આ નિર્ણયને આવકારીએ છીએ, પરંતુ બહારથી કપડું આવી રહ્યું છે. વૈશ્વિક સ્તરે અમારે ચાઇના સાથે સ્પર્ધા કરવાની હોય છે, માટે ચાઇનાનું કપડું સુરત કે ભારતમાં ન આવવું જોઈએ. વિયતનામ, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા વાયા ચાઇનાનું કાપડ ભારતમાં આવે છે. તે ફેબ્રિક્સ આવતું બંધ થઈ જાય તો વીવર્સને મોટી રાહત થશે. સુરતમાં 4 કરોડ મીટર કાપડ રોજે તૈયાર થતું હોય છે, જેમાં દોઢ કરોડ મીટર કાપડ પ્રતિદિવસ બહારથી આવતું હોય છે જેથી અમે સ્પર્ધા કરી શકતા નથી."

આ પણ વાંચો: સરકારે 10683 કરોડ રૂપિયાની ટેક્સટાઇલ PLI સ્કીમને આપી મંજૂરી, સાડા સાત લાખ લોકોને મળશે રોજગારી

આ પણ વાંચો: સુરતની મંડપ ઈન્ડસ્ટ્રીઝને 400 કરોડ રૂપિયાનું નુકસાન, ગણેશ ઉત્સવ પણ રહેશે ફિક્કો

ABOUT THE AUTHOR

...view details