ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતઃ 15 દિવસ નેટમાં યાર્નનું પેમેન્ટ કરવા ફોગવાએ કર્યો નિર્ણય

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ વિવર્સ માટે વિવર્સ એસોસિએશન દ્વારા અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે. દિવાળી વેકેશનની સાથે વિવર્સ દ્વારા ખરીદાતો કાચો માલ એટલે કે સર્વ પ્રકારના યાર્નનું પેમેન્ટ હવે 15 દિવસ નેટમાં કરવાનું રહેશે. એટલે બીજા દિવસે પેમેન્ટમાં એક ટકા કેશ ડિસ્કાઉન્ટ કાપવાનો રહેશે.

વિવર્સ માટે અગત્યની સૂચનાઓ બહાર પાડવામાં આવી
વિવર્સ માટે અગત્યની સૂચનાઓ બહાર પાડવામાં આવી

By

Published : Oct 27, 2020, 4:16 PM IST

  • વિવર્સ માટે અગત્યની સૂચનાઓ બહાર પાડવામાં આવી
  • વિવર્સ દ્વારા ખરીદાતા કાચો માલનું પેમેન્ટ હવે 15 દિવસ નેટમાં કરવાનું રહેશે
  • ઉઠમણાં અને છેતરપિંડી રોકવા માટે ખૂબ આક્રમક પગલાં લેવામાં આવશે

સુરતઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ વિવર્સ માટે અગત્યની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. દિવાળી વેકેશનની સાથે સાથે નવા સ્થપાતા યુનિટો અને નવી મશીનરી નાખનારાને વીજ બિલમાં સબસિડીનો લાભ મળે એવી રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત માર્કેટમાં વારંવાર થતી છેતરપિંડી અને ઉઠમણાં રોકવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નિમવા સરકારને રજૂઆત કરવામાં આવશે.

વિવર્સ માટે અગત્યની સૂચનાઓ બહાર પાડવામાં આવી

શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ વિવર્સ માટે સૂચના

  1. દિવાળી વેકેશન દેવ દિવાળી સુધીનું રહેશે એટલે કે, 30 નવેમ્બર 2020થી બધા યુનિટો શરુ થશે
  2. વિવર્સો દ્વારા ખરીદાતો કાચો માલ એટલે કે સર્વ પ્રકારના યાર્નનું પેમેન્ટ 15 દિવસ નેટમાં કરવાનું રહેશે. બીજા દિવસે પેમેન્ટમાં 1 ટકા કેશ ડિસ્કાઉન્ટ કાપવાનો રહેશે
  3. વિવર્સ દ્વારા વેચવામાં આવતો તૈયાર માલ એટલે કે, ગ્રે કપડાનું પેમેન્ટ લેવાનો ધારો વાર ટૂ વાર (7 દિવસ )નેટ કેશનો રહેશે. લેટ પેમેન્ટ પર 18 ટકા લેખે વ્યાજ લાગશે
  4. માર્કેટમાં વારમવાર થતી છેતરપિંડી અને ઉઠમણાં રોકવા માટે ફોગવા દ્વારા આર્થિક અપરાધ નિવારણ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નિમવા સરકારને રજૂઆત કરવામાં આવશે. આ સાથે જ વિવર્સ મિત્રોની એક કમિટી બનાવી માર્કેટમાં ઉઠમણું કરવા બેસતા ચીટર્સનો સર્વે કરીને લિસ્ટ બનાવી જાહેર કરવામાં આવશે. ઉઠમણાં અને છેતરપિંડી રોકવા માટે ફોગવા ખૂબ આક્રમક પગલાં લેશે.
  5. નવા સ્થપાતા યુનિટો તથા નવી મશીનરી નાખનારને વીજ બિલમાં સબસિડી આપવાનું સરકાર દ્વારા નક્કી થયું હતું, પરંતુ આજ સુધી તેનો લાભ ઉદ્યોગોને મળ્યો નથી. જે અંગેનું ધ્યાન સરકારને દોરી અને સબસિડીનો લાભ ઉદ્યોગોને મળે એવી રજૂઆત કરવામાં આવશે.
  6. ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા કામદારો માટે તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ દ્વારા બંધ થયેલી કામદાર વીમા પોલિસી ફરીથી ચાલુ થાય તે માટે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીને રજૂઆત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details