સુરત: હાલ ભારત-ચાઈના સાથે સરહદ પર ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. જેને લઈને અનેક નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવી રહ્યાં છે. ચાઈનાની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકાતા સુરતના વિવર્સ એસોસિએશને ચાઈનાના ફેબ્રિક ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી વધારવા માંગ કરી છે.
ચાઈના થી આવતા ફેબ્રિક પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી વધારવા FOGVA ની માંગ એસોસિએશનના કહેવા મુજબ, ચાઈના જે પ્રમાણે દેશની સીમાઓ પર ધુસણખોરી કરી રહ્યું છે. એ જોઈને સરકારે ઐતિહાસિક નિર્ણય લેવાની જરૂર છે. કારણ કે, બાંગ્લાદેશ, વિયેતનામ, શ્રીલંકા વાયા ઇન્ડોનેશિયા થઈને ચાઈનાનું જ ફેબ્રિક ભારતમાં આવી રહ્યું છે.
જો સરકાર દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યૂટી નાંખવામાં આવે તો ઘરેલુ ઉત્પાદકોને ફાયદો થશે. આ ઈન્ડસ્ટ્રીના ટકી રહેવાની શક્યતાઓ છે. ચાઈનાથી આવતા ફેબ્રિકની લચક અને મજબૂતાઈ ભારતમાં બનતા ફેબ્રિક કરતા ક્વોલિટીમાં ઓછી હોવા છતાં તે સસ્તુ અને હેવી ડેનિયલ (વધુ જાડાઈ) ધરાવતું હોવાથી તેની અહીં આયાત વધુ છે. જ્યારે ભારતમાં બનતું ફેબ્રિક ઉત્કૃષ્ટ છે અને જેની નિકાસ વિશ્વમાં કરવામાં આવે છે. જો કે, ભારતમાં બનતા યાનની ક્વોલિટી ઉત્કૃષ્ટ ન હોવાથી તેના મશીનરીમાં અપડેશન જરૂરી છે.
ચાઈના થી આવતા ફેબ્રિક પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી વધારવા FOGVA ની માંગ ફેડરેશન ઓફ સાઉથ ગુજરાત વિવર્સ એસોસિએશન પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ચાઈનના ફેબ્રિક પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી વધારી ઘરેલુ ઉત્પાદકોને ફાયદો કરાવવો જોઈએ, પરંતુ સાથે જ ભારતમાં બનતા યાનની એફિસીયન્સી શ્રેષ્ઠ કર્યા બાદ એટલે કે મશીનરીને અપડેટ કર્યા બાદ જ તેની પર પણ એન્ટી ડમ્પિંગ ડ્યૂટી વધારવી જોઈએ.