ગુજરાત

gujarat

ETV Bharat / city

આજથી ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષાઓનો પ્રારંભ - Mask

સુરતમાં આજથી ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષાઓ શરૂ થઈ છે. આ પરીક્ષાઓ ઓનલાઇન અને ઓફલાઈન લેવાશે. જે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે ન મોકલી શકે તેવા બાળકો ઓનલાઇન પરીક્ષા આપી શકશે. ઓનલાઇન પરીક્ષા આપ્યા બાદ પેપર એક સાથે જ મોકલવાનું રહેશે. સ્કૂલે પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓએ વાલીનું સંમતિપત્રક લઈને આવવાનું રહેશે.

આજથી ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષાઓનો પ્રારંભ
આજથી ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષાઓનો પ્રારંભ

By

Published : Mar 15, 2021, 1:16 PM IST

Updated : Mar 15, 2021, 5:29 PM IST

  • આજથી ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષાઓનો પ્રારંભ
  • કોરોના ગાઇડલાઇન મુજબ પરીક્ષાઓ લેવામાં આવશે
  • ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે આપી શકાશે પરીક્ષા

    ગુજરાતમાં આજથી એટલે કે 15 માર્ચથી તમામ શહેરોમાં ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. ત્યારે સુરતમાં પણ તમામ સ્કૂલોમાં પરીક્ષાઓ લેવાની શરૂઆત થઇ ગઈ છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સ્કૂલોમાં પણ કોરોના ગાઈડલાઈનને અનુલક્ષી વિદ્યાર્થીઓને માસ્ક, સૅનિટાઇઝર અને થર્મલગન ચેકિંગ વગેરે બાદ જ વર્ગમાં મોકલવામાં આવી રહ્યાં છે. ધોરણ 6 થી 8ના 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 22 માર્ચ સુધી પરીક્ષાઓ લેવામાં આવશે.

આ પણ વાંચોઃ પાદરામાં 4 પ્રાથમિક શાળાઓના 5 શિક્ષકો કોરોના પોઝિટિવ

પરીક્ષામાં માટે બે ઓપ્શન છે

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે હાલના દિવસોમાં કોરોના કેસોમાં વધારો થયો છે અને 2 દિવસ પહેલાં જે રીતે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોરોના ટેસ્ટ દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યો છે તે રીતે વિદ્યાર્થીઓ ઘરે બેસીને પણ ઓનલાઈન પરીક્ષાઓ આપી શકશે. વિદ્યાર્થીઓને સ્કૂલે આવીને પરીક્ષા આપવાની ઈચ્છા હોય તેમણે વાલીનું સંમતિપત્રક લઈને આવવાનું રહેશે. શાળાના સંચાલકો દ્વારા સંમતિપત્રક લઈને શાળામાં પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ કોરોનાના કેસમાં વધારો, રાજ્યમાં કુલ 810 નવા કેસ નોંધાયા

સ્કૂલ સંચાલકોની પસંદ ઓનલાઈન

સ્કૂલ સંચાલકો દ્વારા ઓનલાઈન પરીક્ષાઓને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. કારણ કે હાલ કોરોના કેસોએ માથું ઉચક્યું છે, તો વિદ્યાર્થીઓ ઓનલાઈન ટેસ્ટ વધુ સારી રીતે સુરક્ષિતપણે આપી શકશે તેવું માની રહ્યાં છે.

Last Updated : Mar 15, 2021, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details