સુરતઃ લંડન, બેંગ્લોર અને સુરતમાં વેપાર કરનારા લાભુ નામના શખ્સે લંડનમાં બેસીને સુરતની એક સો કરોડ રૂપિયાની જમીનના વિવાદમાં ભાજપના કોર્પોરેટર ભરત મોનાભાઈ વઘાસિયાને જાનથી મારી નાખવા માટેની સોપારી આપી હતી. જે જમીન અંગે વિવાદ ચાલી રહ્યો છે, તેની કિંમત સો કરોડ રૂપિયાથી પણ વધુ છે. સુરતના વરાછાની વર્ષા સોસાયટી પાસે થયેલા કોર્પોરેટર પર ફાયરીંગ પ્રકરણમા ક્રાઇમબ્રાંચે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. કરોડો રુપિયાની જમીન વિવાદને લઇને મુંબઇથી શાર્પ શુટરો બોલાવી કોર્પોરેટરની હત્યાનુ કાવતરુ ઘડવામાં આવ્યું હતું. જ્યાં ક્રાઇમબ્રાચે બે શાપ શુટરો તથા જીતુ નિશાદ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.
સુરતના વરાછા એલ.એચ. રોડ પર આવેલા સર્વે નંબર 35 પોપડાવાળી જગ્યાના મુળ માલિક પ્રદિપકુમાર વાડીવાલા છે. જેની અડઘી જગ્યા પર છેલ્લા ચાલીસ વર્ષથી નરેશ રબારીએ કબ્જો કરી ત્યા તબેલો બાંધી દીધો હતો. દરમિયાન લાબુ મેર નામના શખ્સે આ સર્વે વાળી જગ્યા ખરીદવાનુ નક્કી કર્યુ હતુ. જેમા નરેશને અડધી જગ્યા છોડવાના રુપિયા તથા વિજયદાન ગઢવીને દલાલીના રુપિયા આપવાનુ નક્કી કરવામા આવ્યુ હતુ. જો કે જમીનનો સોદો થાય તે પહેલા જ કંરજ વિધાનસભાના કોર્પોરેટર ભરત મોનાએ પોપડાવાળી અડધી જગ્યા પ્રદિપભાઇ સાથે રહી રાહુલ ભાદરકા તથા રાકેશ ગોરીયાના નામ પર દસ્તાવેજ કરાવી દીધો હતો. આ વાતની જાણ નરેશને થતા તેને મામલતદારને આ અંગે અરજી કરી હતી. જો કે ત્યા વાંધા અરજી નકારવામા આવી હતી. વાંધા અરજી નકારતા તેને પોતાની અડધી જમીન પર જતી દેખાય હતી. સાથો-સાથ વિજયને પોતાની દલાલીના રુપિયામા નુકશાની જતી દેખાય હતી. જેથી આ બંનેએ ભરત મોના અન્ય જમીનનો સોદો નહિ કરી લે તે માટે તેને મોતને ઘાટ ઉતારવાનુ નક્કી કરી દીધુ હતુ.