સુરત :સુરતના (Firing in Suratna) ઉધના વિસ્તારના સાંઈ સમર્પણ સોસાયટીમાં બાઈક પર આવેલા શખ્સે યુવતીના પગમાં એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં યુવતીના પગમાં કર્યું એક રાઉન્ડ ફાયરિંગ, આરોપીની કરી અટકાયત
સુરતના (Firing in Suratna) ઉધના વિસ્તારના સાંઈ સમર્પણ સોસાયટીમાં બાઈક પર આવેલા આરોપીએ યુવતીના પગમાં એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સુરતમાં યુવતીના પગમાં ફાયરિંગ કરી : ગુનાખોરીમાં ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, ત્યારે ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે. મોડી સાંજે સુરતના ઉધના વિસ્તારમાં બનેલી ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. શહેરના ઉધના વિસ્તારમાં આવેલ સાંઈ સમર્પણ સોસાયટીમાં સાંજના સમય દરમિયાન બાઈક પર આવેલા શખ્સે યુવતીના પગમાં એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત યુવતી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ઘટનાની જાણકારી પોલીસને કરતા ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો:MD drugs seized from Vadodara: વડોદરામાં MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ
આરોપીએ ઉશ્કેરાઈને યુવતી પગમાં ગોળી મારી : આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, સાંજે 4 વાગ્યાંના અરસામાં ઉધના સાંઈ સમર્પણ સોસાયટીના ગેટ- નંબર એક પર ઇજાગ્રસ્ત યુવતી જેઓ પોતાના મોટી બહેનના ઘરે આવ્યા હતા. એમના મોટી બહેન છે જેમના લગ્નન થઈ ચૂક્યા છે. મોટી બહેનના કોઈ મિત્ર એમને મળવા આવ્યા હતા. આ બાબતે ઇજાગ્રસ્ત યુવતીએ તેમની મોટી બહેને કહ્યું કે, આ ભાઈ તમને કેમ મળવા આવ્યા છે. એમાં મોટી બહેન અને આ ભાઈ વચ્ચે પહેલા મિત્રતા હતી, પરંતુ આ વાત નાની બહેને ન ગમતા તેમણે બોલવાનું ચાલુ કર્યું હતું. જેને લઇને આ કામના આરોપી જેનું નામ એક્રોશ છે. તેમણે ઉશ્કેરાઈને આ યુવતી પગમાં ગોળી મારી દીધી હતી. ઇજાગ્રસ્ત યુવતીની તબિયત સારી છે તેવું જાણવા મળ્યું છે. આરોપીની સામે અટકાયત કરી છે. આરોપી પાસેથી બે કારતૂસ પણ મળી આવ્યા છે અને હાલ તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.