ગુજરાત

gujarat

ETV Bharat / city

Fire In Mota Borsara GIDC: મલાઈ દોરી બનાવતી કંપનીમાં લાગી આગ, લાખો રૂપિયાનું થયું નુકસાન - જીઆઈડીસી માંગરોળ સુરત

સુરતના મોટા બોરસરા GIDC (Fire In Mota Borsara GIDC)માં મલાઈ દોરી બનાવતી મહેશ્વરી સિન્થેટિક કંપની (maheshwari synthetic company)ના ગોડાઉનમાં આગની ઘટના બની છે. આગની આ ઘટનાના કારણે લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નવાપરા-બોરસરા GIDCમાં મોટાભાગની કંપનીઓમાં ફાયર સેફ્ટી નથી.

Fire In Mota Borsara GIDC: મલાઈ દોરી બનાવતી કંપનીમાં લાગી આગ, લાખો રૂપિયાનું થયું નુકસાન
Fire In Mota Borsara GIDC: મલાઈ દોરી બનાવતી કંપનીમાં લાગી આગ, લાખો રૂપિયાનું થયું નુકસાન

By

Published : Jan 8, 2022, 4:47 PM IST

Updated : Jan 8, 2022, 9:21 PM IST

સુરત: માંગરોળના મોટા બોરસરા GIDCમાં આવેલી એક કંપનીમાં આગ (Fire In Mota Borsara GIDC)ની ઘટના બની હતી. આ ઘટનામાં કંપની માલિકને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.

શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બની હતી

ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બની હતી.

સૂરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરાની GIDCમાં મલાઈ દોરી બનાવતી મહેશ્વરી સિન્થેટિક કંપની (maheshwari synthetic company)ના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બની હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ (Fire Broke Out In GIDC Surat) કરી ગોડાઉનમાં રહેલા લાખો રૂપિયાના માલને લપેટમાં લઈ લીધો હતો. કંપનીના સંચાલકો દ્વારા ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા 5 જેટલી ફાયર વિભાગ (Fire Department surat)ની ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ કાબૂમાં આવે તે પહેલાં જ લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ જતા કંપની સંચાલકને 50 લાખથી વધુનું નુકસાન થવા પામ્યું હતું.

આ પણ વાંચો:Surat Gas Leakage 2022: 6 મહિના પહેલા ભાગીને પ્રેમલગ્ન કરનાર દંપતિનું કરૂણ મોત, પત્નીને હતો 2 મહિનાનો ગર્ભ

નવાપરા-બોરસરા GIDCમાં મોટાભાગની કંપનીઓમાં નથી ફાયર સેફ્ટી

માંગરોળ તાલુકાની મોટી GIDC (GIDC Mangrol Surat) નવાપરા-બોરસરા ગામની હદમાં આવેલી છે. મોટાભાગની કંપનીઓ તરસ લાગે ત્યારે કૂવા ખોદવા જાય તેવી સ્થિતિમાં છે. આ કંપનીઓમાં અવાર-નવાર આગની ઘટના બનતી હોય છે, ત્યારે આગ બુઝાવા દોડધામ કરી મુકતા હોય છે પણ કંપનીઓમાં કોઇપણ પ્રકારની ફાયર સેફટી (Fire Safety In GIDC Surat) ન હોવાથી લાખો રૂપિયાના માલને નુકશાન થતું હોય છે. જો કે કંપની માલિકોનો આસાનીથી વીમો પાસ થઈ જતો હોવાથી મોટાભાગની કંપનીઓ ફાયર સેફ્ટીમાં પૈસા ખર્ચ નથી કરતી, ત્યારે આજે પણ આ કંપનીમાં માત્ર નામની જ ફાયર સેફ્ટી હતી.

આ પણ વાંચો:Surat Gas Leakage 2022: મૃતકોના પરિવારે કહ્યું- જવાવાળા જતા રહ્યાં, સરકારને જે સારું લાગશે એ કરશે

Last Updated : Jan 8, 2022, 9:21 PM IST

ABOUT THE AUTHOR

...view details