સુરતઃ શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સ્વપ્ન સૃષ્ટિ રેસિડેન્સીના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે બપોરના સમય દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઇ હતી. ગ્રાઉન્ડ ફ્લોરમાં મીટર પેટીમાં અચાનક આગ લાગતા એપાર્ટમેન્ટના લોકો નીચે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગ પોહચે તે પહેલાં એપાર્ટમેન્ટના લોકો દ્વારા જાતે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.
સુરતઃ ભેસ્તાન વિસ્તારમાં એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરની મીટર પેટીમાં આગ - સુરત ફાયર વિભાગ
ભેસ્તાન વિસ્તારમાં આવેલ અપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં મીટર પેટીમાં અચાનક આગ લાગતા લોકો વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટનાના પગલે બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જોકે ફાયર વિભાગ પહોંચે તે પહેલા એપાર્ટમેન્ટના લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરની મીટર પેટીમાં આગ
ભેસ્તાન વિસ્તારમાં એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરની મીટર પેટીમાં આગ
આગ શોર્ટ સર્કિટના કારણે મીટર પેટીમાં લાગી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું હતું. આગ પર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.