ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફરીથી આગ લાગી - આગમાં થયું નુકસાન

સુરતના ટેક્સ્ટાઇલ માર્કેટમાં આવેલ કામેલા દરવાજા પાસે રઘુકુળ માર્કેટની એક દુકાનમાં ગુરુવારે સાંજે આગ લાગી હતી. જો કે દુકાનદાર આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમ છતાં આગ કાબૂમાં ન આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની બે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફરીથી આગ લાગી
સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફરીથી આગ લાગી

By

Published : Mar 19, 2021, 11:27 AM IST

  • સુરતના ટેક્સ્ટાઈલ માર્કેટના આગ લાગી
  • દુકાનદારે આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો
  • આગ કયા કારણે લાગી તે અકબંધ

સુરત:શહેરના રઘુકુળ માર્કેટની એક દુકાનમાં ગુરુવારે મોડી સાંજે આગ લાગી હતી. આ આગમાં દુકાન મૂકેલી સાળીઓ, ફર્નિચર અને દુકાનમાં મૂકેલાં ખાલી ખોખા બળીને ખાખ થઇ ગયા હતા. સાથે બાજુની દુકાન પણ આગના ઝપેટમાં આવી ગઇ હતી. દુકાનદારે તાત્કાલિક ફાયર સેફ્ટી સાધનોનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં આગ કાબૂમાં ન આવતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી.

વધુ વાંચો :મુંબઈની ડામર ફેક્ટરીમાં લાગી આગ, 80 દુકાનો બળીને રાખ

ફાયર વિભાગની બે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાથી વેપારીને મોટા પાયે નુકસાન થયું છે છતાં સદ્દનસીબે આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. જો કે આ આગ કેવી રીતે લાગી તે અંગે કોઇ માહિતી મળી શકી નથી.

વધુ વાંચો :રાજકોટ મહાનગરપાલિકાના મેયર જાહેર થતા ઉજવણી સમયે લાગી આગ

ABOUT THE AUTHOR

...view details