- સરોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંધીની ટેક્સટાઈલ માર્કેટમાં આગ
- શોર્ટ સર્કિટના કારણે માર્કેટના બીજા માળે આગ લાગી
- આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડની 7 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી
સુરતઃ સરોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંધીની ટેક્ટાઈલ માર્કેટમાં શનિવારે બપોરે 12:45 વાગ્યે દુકાન નંબર-235માં આગ લાગી હતી. આ આગ ACમાં શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હતી. જોકે, ત્યારબાદ અફરાતફરીનો માહોસ સર્જાયો હતો. ફાયર વિભાગની 7 ગાડીએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સારી બાબત એ છે કે, આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઇ નથી.
આ પણ વાંચોઃભાવનગરની હોટલ જનરેશન એક્સમાં ત્રીજા માળે આગની ઘટના
આગ બૂઝાવતા અડધો કલાક લાગ્યો
ફાયર વિભાગને જાણ કરનાર અંકિત ગામીતે કહ્યું હતું કે, તેઓ દુકાનમાં કામ કરતા હતા. તે દરમિયાન અચાનક આગ લાગી હતી. ત્યારબાદ તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે 30 મિનીટની અંદર આગ પર કાબૂ મેળવ્યો હતો.