સુરતશહેરમાં દિવસે દિવસે આગની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજરોજ ફરીથી (factory fire today) વહેલી સવારે શહેરના સાણીયા એહમદ ગામ આવેલા શુભમ ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર- 5થી 20 સુધી કપડાની ફેક્ટરી છે. તેમાં કોઈ કારણોસર આગ લાગતા દોડધામ (Fire in industrial factories Surat) મચી ગઈ હતી. જોકે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવામાં આવ્યો હતો.
આ પણ વાંચોFire Case in Surat : સુરતમાં આગનો સિલસિલો યથાવત, કબૂતરો બન્યા ભોગ
બે કલાક બાદ આગ પર કાબુઆ બાબતે ફાયર ઓફિસર દિનુ પટેલે જણાવ્યું કે, વહેલી સવારે 5:18 ફાયર કંટ્રોલ રૂમ દ્વારા અમને કોલ આપતા જ અમે સૌ પ્રથમ વખત 4 ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ આગ મોટી હોવાને (garment factory Fire Surat) કારણે અમે વધુ ત્રણ ગાડીઓ મંગાવી હતી. જે બે કલાક બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ 1 કલાક સુધી કૂલિંગની કામગીરી કરવામાં આવી હતી.
આ પણ વાંચોFire in Surat: સુરતના પલસાણાની મિલમાં લાગી ભીષણ આગ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ફાયર બ્રિગેડની લેવાઈ મદદ
આગ બની વિકરાળવધુમાં જણાવ્યું કે, આમાં કાપડ અને મોટી માત્રમાં સાડીનો જથ્થો હોવાથી આગ ખુબ જ વિકરાળ બની હતી. જેથી એક બાદ એક પ્લોટમાં પડેલો સાડીનો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો હતો. જેને કારણે ઘુમાડા ગોટેગોટા પણ ઉંચે સુધી ઉડયા હતા. પરંતુ હાલ આગ સંપૂર્ણ પણે કાબૂમાં છે. આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું કારણ પણ હજુ સુધી અકબંધ સામે આવ્યું છે. Fire Case 2022, fire industrial factories in Surat