ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં મોડી રાત્રે 2 અલગ-અલગ સ્થળોએ લાગી આગ, જાનહાની ટળી

સુરતમાં એક જ રાતમાં 2 અલગ-અલગ સ્થળે આગ લાગી હતી. જેમાં, ભાઠેના વિસ્તારમાં આવેલ ઉમિયા માતાજીના મંદિરની સામે ઝુપડીમાં અને અડાજણ પાટિયા પાસે આવેલ ઓટો ગેરેજમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી.

સુરતમાં મોડી રાત્રે 2 અલગ-અલગ સ્થળોએ લાગી આગ
સુરતમાં મોડી રાત્રે 2 અલગ-અલગ સ્થળોએ લાગી આગ

By

Published : Mar 5, 2021, 1:39 PM IST

  • ભાઠેના વિસ્તારમાં ઝુપડીમાં અચાનક આગ લાગી હતી
  • અડાજણ પાટિયા પાસે આવેલ ઓટો ગેરેજમાં અચાનક આગ લાગી હતી
  • બન્ને સ્થળે કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નહતી

સુરત:ભાઠેના વિસ્તારમાં આવેલ ઉમિયા માતાજીના મંદિરની સામે આવેલ રઝાનગરમાં પ્લોટ નં. 650માં ઝુપડીમાં અચાનક આગ લાગી હતી. પરંતુ, સમયચૂકતાને કારણે સ્થાનિકો દ્વારા ઝુપડીના સભ્યોને તરત જગાવામાં આવ્યા હતા અને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ ફાયર વિભાગ ત્યાં પહોંચીને આગને ગણતરીના કલાકોમાં જ આગને કાબુમાં લઈ લીધી હતી અને કોઈ પ્રકારની જાનહાની થઇ નહોંતી.

જોત જોતામાં ઝુપડી ખાખ

ઘરના મલિક અફ્સાખ શૈખ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, રાતે અચાનક આગ લાગી ગઈ હતી. જોકે, તે સમય દરમિયાન અમને પણ ખબર પડી નહોંતી કે આગ લાગી છે પણ અમારા સામેના મિત્ર દ્વારા અમને આવીને જગાડવામાં આવ્યા હતા અને કહ્યું કે તમારે ત્યાં ઉપર આગ લાગી છે. જોત જોતાની સાથે જ આગે આખા ઘરને ભરખી ગઈ હતી અને આજુબાજુના ઘરના લોકોને પણ ઘરની બહાર બોલાવવામાં આવ્યાં હતા. કારણ કે, આગ ફેલાતી જતી હતી અને થોડા જ સમયમાં ફાયર વિભાગ આવીને આગને 10થી 15 મિનિટમાં કાબુમાં લીધી હતી.

વાંચો:સુરતમાં ફાયર વિભાગ દ્વારા 32 હોસ્પિટલો સીલ કરવામાં આવી

બીજી બાજુ ઓટો ગેરેજમાં આગ લાગી

સુરતના અડાજણ પાટિયા પાસે આવેલ ઓટો ગેરેજમાં અચાનક આગ લાગી હતી. જોકે, આગ લાગવાની સાથેજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ, તરત ફાયર વિભાગ ત્યાં આવી આગને કાબુમાં લીધી હતી. જોકે, આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઇ નથી. પણ, ઓટો રીક્ષા અને બાઈક સળગી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details