- સુરતમાં પાંડેસરા જીઆઈડીસીમાં આગ
- શ્રી રાણીસતી મિલમાં લાગી આગ
- આગને બૂઝવવા ફાયર વિભાગની 15 ગાડી આવી
સુરતઃ પાંડેસરા GIDCમાં (Pandesara GIDC)માં આવેલી શ્રી રાણીસતી મિલમાં (Fire in Shri Ranisati Mill) આજે સાવરે કોઈ કારણોસર આગ લાગી હતી, જેના કારણે દોડધામ મચી હતી. મિલના જ કર્મચારી એ તરત ફાયર વિભાગને (Fire Department Vehicles on the spot) જાણ કરતા પાણી વિભાગની સૌપ્રથમ તો 4 ગાડીઓ આવી હતી, પરંતુ આગ એટલી ભીષણ હતી કે, આગના કારણે ધૂમાડાઓ દૂરથી જોઈ શકાતા હતા. ત્યારબાદ ફાયર વિભાગે વધુમાં વધુ 4 સ્ટેશનની ગાડીઓ એટલે કુલ બીજી 10 જેટલી ગાડીઓ બોલાવી હતી અને આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ સાથે પાંડેસરામાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બીજી બાજુ આગ જોવા લોકોની ભીડ થઈ ગઈ હતી. એ તમામ લોકોને દૂર કરવા માટે પાંડેસરામાં પોલીસે (Pandesara police at the scene) આ તમામ કારીગરોને મિલથી દૂર જવા આદેશ કરવામાં આવ્યો હતો.
મેયરે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાનું નિરીક્ષણ કર્યું
આ ભીષણ આગના કારણે શહેરનાં મેયર હિમાલીબેન ભોગાવાળા પણ ઘટનાનું નિરીક્ષણ (Mayor Himaliben Bhogawala also observed the incident) કરવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે ફાયર અધિકારીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તો આ આગમાં મિલના ત્રણ કર્મચારીઓ ફસાયા હતા, જેને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જોકે, આ ત્રણેય કર્મચારીને કોઈ ઈજા નથી પહોંચી. તો આ ઘટનાને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.