ગુજરાત

gujarat

ETV Bharat / city

બંધ દુકાનમાં આગ લાગતા સ્કૂટરો બળીને ખાક, સદનસીબે કોઈ જાનહાની નહીં - fire accident in surat shop

સુરતમાં વરાછા વિસ્તારની બંધ (Fire in surat) દુકાનમાં આગ લાગતા ફાયરની ટીમ ઘટનાસ્થળે (fire accident in surat shop) પહોંચી હતી. દુકાનમાં કંઈક સળગતું હોવાનું સ્થાનિકોને જાણવા મળતા તેમણે ફાયર વિભાગની (surat fire brigade) ટીમને જાણ કરી હતી.

બંધ દુકાનમાં આગ લાગતા સ્કૂટરો બળીને ખાક, સદનસીબે કોઈ જાનહાની નહીં
બંધ દુકાનમાં આગ લાગતા સ્કૂટરો બળીને ખાક, સદનસીબે કોઈ જાનહાની નહીં

By

Published : Sep 23, 2022, 3:42 PM IST

સુરતશહેરમાં આગનો સિલસિલો યથાવત જોવા (Fire in surat) મળી રહ્યો છે. તેવામાં આજે વહેલી સવારે ફરી વરાછા વિસ્તારના એક બંધ દુકાનમાં (fire accident in surat shop) આગ લાગી હતી. તો ફાયર વિભાગની ટીમે (surat fire brigade) ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

એકે રોડ પરની ઘટના છેલ્લા 2-3 અઠવાડિયાથી શહેરના અનેક વિસ્તારોમાં નાની મોટી આગની ઘટના (fire accident in surat shop) સામે આવી રહી છે. તેવામાં આજે સવારે 7 વાગ્યાની આસપાસ વરાછા વિસ્તારમાં આવેલ એકે રોડ ઉપર જેપી નગરના એક શૉ રૂમની બંધ દુકાનમાં અચાનક આગ લાગી હતી. જોકે, આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા જ તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની 3 ગાડીએ આગને કાબૂમાં લીધી હતી.

એકે રોડ પરની ઘટના

જોતજોતામાં આગે લીધું વિકરાળ સ્વરૂપ આ બાબતે ફાયર કન્ટ્રોલ રૂમમાં જાણ કરનારા પ્રશાંત રાઠોડે જણાવ્યું હતું કે, હું સવારે ઘરે જઈ રહ્યો હતો ત્યારે જોયું કે એક દુકાનમાંથી ધૂમાડો નીકળી (fire accident in surat shop) રહ્યો છે. એટલે મેં નજીક જઈને જોયું તો નીચેથી દૂકાનની અંદર કંઈક સળગતું હોય તેવું દેખાતું હતું. એટલે તાત્કાલિક ફાયર વિભાગની જાણ કરી હતી. જોત જોતામાં દુકાનમાંથી વધારે ધૂમાડો નીકળવા લાગ્યો અને દુકાને જ દેખાવાની બંધ થઈ ગઈ હતી.

સ્કૂટરો બળીને ખાક

દૂકાન બંધ હોવાથી કોઈ જાનહાની નહીંવધુમાં તેમણે જણાવ્યું કે, ફાયર વિભાગ (surat fire brigade) આવતા જ 20થી 25 મિનીટની અંદર જ આગ (fire accident in surat shop) ઉપર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, દુકાનનું શટર આગના કારણે એટલું ગરમ થઈ ગયું હતું કે, ફાયર વિભાગે પાણીનો મારો મારતા જ તેં ચિરાઈ ગયું હતું અને પાણી સીધું અંદર જતા આગ કાબૂમાં આવી ગઈ હતી. સદનસીબે દુકાન બંધ હોવાથી કોઈ જાનહાની થઈ નહતી.

દુકાનની અંદર 10 જેટલી ઇલેક્ટ્રિક સ્કૂટરો બળીને ખાક થઈ ગઈઆ બાબતે ફાયર વિભાગના ઓફિસરે જણાવ્યું હતું કે, અમને 7.30 વાગ્યાની આસપાસ આ ઘટના અંગે જાણ થઈ હતી. એટલે અમે વરાછા અને ડૂમભાલ એમ કુલ 3 ગાડીઓ ત્યાં લઈ જઈ આગ ઉપર (surat fire brigade) કાબૂ મેળવ્યો હતો. જોકે દુકાનની અંદર 10 જેટલી ઇલેક્ટ્રિક સ્કૂટરો બળી ને ખાખ થઈ ગઈ હતી.જોકે આગ (fire accident in surat shop) લાગવાનું શોર્ટસર્કિટ હોઈ શકે છે. હાલ અમે તપાસ કરી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details