સુરતઃ શહેરમાં કોહીનૂર ટેક્સટાઈલ માર્કેટમાં (Fire in Surat Kohinoor Textile Market) અચાનક આગ લાગી હતી. તેના કારણે શ્રમિકો દોડતા થઈ ગયા હતા. જોકે, ફાયર વિભાગની 6 ગાડીએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સવારે 8.30 વાગ્યે લાગી હતી આગ આ પણ વાંચો-Fire Robert in Surat : સુરતમાં આગમાં ફસાયેલા વ્યકિતને ફાયર રોબર્ટ પકડી પાડશે, શું છે આ રોબર્ટ જાણો
સવારે 8.30 વાગ્યે લાગી હતી આગ - આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી કોહીનૂર ટેક્સટાઈલ માર્કેટના બીજા માળે આગ લાગી હતી. તેના કારણે અફરાતફરી મચી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી (Fire in Surat Kohinoor Textile Market) હતી. ફાયર વિભાગની ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. અંદાજે 8.30 વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી. જોકે આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની (Fire Accident in Surat) નથી થઈ, પરંતુ સાડીઓ નો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.
આ પણ વાંચો-Fire in Vapi: તલવાડા પોલીસ વાહન યાર્ડમાં આગ ભભૂકી ઉઠતા 20 વાહનો આગમાં થયાં સ્વાહા
કોઈ જાનહાની નહીં-સુરત ટેક્સ્ટાઇલ માર્કેટ સવારે 10 વાગ્યે શરૂ થાય છે. તેના કારણે માર્કેટમાં જે સમય આગ લાગી હતી. તે સમયે કોઈ જાનહાની થઈ નહતી, પરંતુ કોહીનૂર માર્કેટના (Fire in Surat Kohinoor Textile Market) બીજા માળે આગ લાગવાથી સાડીઓનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. તેના જ કારણે આગ વધુ વિકરાળ પણ (Fire Accident in Surat) બની હતી. જોકે, સમયસર ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે, ત્રીજો માળ પણ આગની ઝપેટમાં આવી (Fire Accident in Surat) ગયો હતો.