સુરતઃ સતત વધી રહેલા કોલસાના ભાવ વચ્ચે હવે દક્ષિણ ગુજરાતના પ્રોસેસિંગ હાઉસને (Benefit to South Gujarat Processing House) મોટી રાહત મળવા જઈ રહી છે. મિલમાલિકો કૃભકો પાસેથી (Relief to the mill owners of Surat) જેટી ઉપરથી કોલસો ખરીદી કરશે. તેના કારણે મિલમાલિકોને 15 ટકા જેટલી કોલસાના ભાવમાં રાહત (Coal price relief) પણ મળી રહેશે.
કોલસાના ભાવમાં થઈ રહ્યો છે વધારો કોલસાના ભાવમાં થઈ રહ્યો છે વધારો -છેલ્લા 7થી 8 મહિનામાં કોલસાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેની સીધી અસર દક્ષિણ ગુજરાતના પ્રોસેસિંગ હાઉસ (Benefit to South Gujarat Processing House) ઉપર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં 400થી વધુ કાપડની મિલો આવેલી છે. આ મિલોને દરરોજ 15,000 ટન જેટલો કોલસાની જરૂરિયાત હોય છે, પરંતુ કોલસાના ભાવમાં સતત વધારો (Coal price relief) થતા તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે.
આ પણ વાંચોઃProcessing Industriesએ યુટીલિટી ચાર્જમાં 10 ટકાનો કર્યો વધારો, કોલસા અને કલરના ભાવ વધવાની અસર
પહેલા મિલમાલિકો મજબૂર હતા - એક ટન કોલસાની કિંમત 5,000 હતી, જે હાલ વધીને 7,000થી લઈ 12,000 સુધી પણ પહોંચી છે. મિલમાલિકો પહેલા અદાણી અને સ્પેક્ટ્રમ જેવી કંપનીઓ પાસેથી તેમના રેટ અને શરત મુજબ તેમની પાસેથી કોલસો ખરીદવાની ફરજ પડતી હતી, પરંતુ આ સમસ્યાનો નિકાલ લાવવા મિલમાલિકો કૃભકો ખાતેથી (Purchase of coal from Kribhako Godown) તેઓ સસ્તા દરે કોલસા ખરીદી શકશે.
આ પણ વાંચોઃહે... ના હોય... ગુજરાતમાં 6000 કરોડનું કોલસા કૌભાંડ
લેબમાં ટેસ્ટિંગ થશે -દક્ષિણ ગુજરાત પ્રોસેસિંગ હાઉસ એસોસિએશનના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, અમને કોલસો દેશની બહારથી મગાવવો પડતો હતો. હવે આ કૃભકોમાંથી મળી રહેશે. તેના કારણે મિલમાલિકોને 15 ટકા જેટલો કોલસાના ભાવમાં રાહત પણ થઈ જશે. આ સાથે આસામ, બિહાર જેવા રાજ્યોમાંથી બાય ટ્રેન કૃભકો ગોડાઉન (Purchase of coal from Kribhako Godown) પર કોલસો સીધે ઉતારી પણ શકાશે. બહારની કંપની પાસેથી જે કોલસો મગાવવામાં આવતો તે રેટ મુજબની ક્વાલિટી જળવાતી નહતી. હવેથી કૃભકોમાં (Purchase of coal from Kribhako Godown) જે રેટ આપવામાં આવશે. તેનું લેબમાં ટેસ્ટિંગ કરી કોલસો જેતે મિલમાલિકોને (Benefit to South Gujarat Processing House) આપવામાં આવશે.